Home> Gujarat
Advertisement
Prev
Next

નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર, જો આવું થયું તો તાતના હાલ થશે 'બેહાલ'

ખેડૂત આગેવાનો જણાવે છે કે પોટાશના દર એપ્રિલમાં 850ની નજીક હતા. તે 1લી જાન્યુઆરી 2022થી રૂપિયા 1700 થઈ ગયા છે. તેજ પ્રમાણે એનપીકે ખાતરની કિંમત પણ 1040થી વધીને રૂપિયા 1700ને પાર થઈ છે.

નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર, જો આવું થયું તો તાતના હાલ થશે 'બેહાલ'

ચેતન પટેલ/સુરત: નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર આપ્યા છે. ફરી એકવખત ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ખાતરના ભાવ વધતાં દ. ગુજરાતના ખેડૂતો પર 40 કરોડનું ભારણ વધવાની આશંકા સેવવામાં આવી છે. જેમાં 1040 રૂપિયાની ખાતરની ગૂણીનો ભાવ 1 જાન્યુઆરીથી 1700 રૂપિયા થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં શેરડી પકવતા ખેડૂતોને ટન દિઠ રૂપિયા 40ના ખર્ચનું ભારણ વધશે. જેના પગલે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરાઇ છે.

તમને જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆત સાથે ખાતરના ભાવમાં વધારો થતાં પોટાશ ખાતરમાં ગુણ દીઠ અધધ 660 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 40 કરોડનો આર્થિક બોજો પડશે. જેના કારણે ખેડૂત સંગઠનોએ 5 હજાર કરોડની સબસિડી આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે. પોટાશ અને એનપીકે ખાતરના ભાવમાં મહિનામાં જ વધારો ઝીંકી દેતા ખાતરની ગુણીનો ભાવ રૂપિયા 1700ની સપાટીએ પહોચ્યો છે. જેના કારણે શેરડી અને રોકડીયા પાક પકવતા ખેડૂતોના માથે વધારાનો ખર્ચ આવતાં ખેડૂત સમાજ લાલચોળ થયો છે.

ઉત્તરાયણ પહેલાં પાડોશીએ બાજુમાં રહેતી કિશોરીને ધાબુ ધોવા બોલાવી, અને નળ બંધ હોવાનું કહીને પછી...

ખેડૂત આગેવાનો જણાવે છે કે પોટાશના દર એપ્રિલમાં 850ની નજીક હતા. તે 1લી જાન્યુઆરી 2022થી રૂપિયા 1700 થઈ ગયા છે. તેજ પ્રમાણે એનપીકે ખાતરની કિંમત પણ 1040થી વધીને રૂપિયા 1700ને પાર થઈ છે. જેના કારણે રોકડીયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોના માથે વધારાનો ભાર ઉભો થયો છે. જેને પગલે ખેડૂત સમાજે કેન્દ્રિય કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાને પોટાસ અને એનપીકે ખાતરના ભાવમાં સબસીડી વધારવા માટે માંગમી કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં વધેલા રો મટીરિયલ્સના દરના કારણે સરકારી અને ખાનગી ફર્ટિલાઈઝર કંપની દ્વારા એનપીકે ખાતરના ભાવમાં એક મહિનાના અંતમાં જ બે વખતમાં કુલ 500 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

'અમે તો સાકર જેવા છીએ, અમને દૂધમાં ભેળવશો એવા થઈ જઈશુ, હું ચૌધરી સમાજના મતોના કારણે વિજયી રહ્યો છું'

પોટાશની કિંમતમાં વધેલા ભાવ
મહિનો ગુણનો ભાવ
એપ્રિલ 850
મે 1000
ઓગસ્ટ 1015
સપ્ટેમ્બર 1040
જાન્યુઆરી 1700

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More