Home> Gujarat
Advertisement
Prev
Next

માવઠામાં એક પણ કેરી ઝાડ પરથી ન ખરી, એવો તો શું જાદુ કર્યો આ ગુજ્જુ ખેડૂતે

Organic Farming : ઉમરગામના ખેડૂતે કેરીના પાકમાં એટલા સંશોધનો કર્યા હતા કે, તેમની મહેનત રંગ લાવી.... માર્ચ મહિનામાં બે માવઠા આવ્યા હતા, જેમાં મોટાભાગના ખેડૂતોને કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે, પણ રાજુભાઈની કેરીઓને કોઈ નુકસાન ન થયું 
 

માવઠામાં એક પણ કેરી ઝાડ પરથી ન ખરી, એવો તો શું જાદુ કર્યો આ ગુજ્જુ ખેડૂતે

Navsari News નિલેશ જોશી/ઉમરગામ : રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. અને કમોસમી માવઠાથી ખેડૂતો ના ઉભા પાક બરબાદ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ પંથકમાં એક પ્રગતિશીલ ખેડૂતે કમાલ કરી છે જિલ્લામાં જ્યાં માત્ર 15 થી 20% કેરીનો પાક બચ્યો છે, ત્યારે બીલીયા ગામના રાજેશભાઈ શાહ ની આંબાવાડીઓમાં મોટી મોટા પ્રમાણમાં વલસાડી આફૂસ સહિત કેસર કેરી ઝૂલી રહી છે. ત્યારે રાજેશભાઈ શાહ એવું તો શું કર્યું છે જોઈએ આ વિશેષ અહેવાલ. 

માર્ચ મહિનામાં વલસાડ જિલ્લામાં પણ બે માવઠા સહિત અડધો મહિનો વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું .જેના કારણે વલસાડ જિલ્લામાં કેરીના પાકને મોટું નુકસાન થયું છે. હાલે વલસાડ જિલ્લામાં માત્ર 20 થી 30 ટકા જ કેરીનો પાક બચ્યો છે .ત્યારે ઉમરગામ ના સરીગામ પંથકમાં આવેલા ગ્રામ્ય  વિસ્તારમાં આંબાવાડીઓનો કઈ અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. બીલીયા ,કનાડુ તેમજ સરીગામ ની 10 કિલોમીટરનો    ભૌગોલિક માહોલ ડુંગરાળ  છે. સમુદ્ર ની સપાટીથી ડુંગરાળ વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં દર વર્ષે એક મહિના વહેલો કેરીનો પાક આવે છે .વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે 15 મી મેં પછી કેરીનો પાક બજારમાં આવતો હોય છે .પરંતુ કનાડુ અને બીલીયા ગામની આજુબાજુના ડુંગરાડ પ્રદેશમાં આવેલી આંબાવાડીઓમાં એક મહિનો પહેલા કેરી નો પાક તૈયાર થઇ જાય  છે. ખેડૂતોના મતે રત્નાગીરી વિસ્તારમાં જે પ્રકારે પહાડી માહોલ જોવા મળે છે તેવો જ માહોલ અહીંયા જોવા મળતો હોવાથી વલસાડ જિલ્લામાં સૌથી પ્રથમ કેરી આ વિસ્તારમાં આવે છે. જિલ્લામાં વલસાડી આફૂસ જ્યારે 15 મી મેં પછી બજારમાં આવે છે, ત્યારs આ પંથકમાં વલસાડી આફુસ એક મહિનો વહેલા બજારમાં આવી ગઈ છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી  રહ્યો  છે. હાલે બજારમાં વલસાડી આફુસ ના ₹3,000 થી ₹3,500 રૂપિયા મણ કેરી વેચાઈ રહી છે. જેના કારણે ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે. 

મારાથી તેજસ વગર નહી જીવાય... યુવતીએ આપઘાત પહેલા ચીઠ્ઠીમાં લખેલા શબ્દો દર્દનાક બન્યા

ઉનાળાની બળબળતી  ગરમીમાં પોતાની વાડીમાં ખેતી કામ કરતા રાજેશભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે. વર્ષોથી તેમનું પરિવાર કેરીના પાક સાથે જોડાયેલો છે. જોકે રાજેશભાઈ શાહ કેરીના પાકમાં અનેક સંશોધનો કર્યા છે. જેના પરિણામે જિલ્લામાં તેઓ કેરીનો સૌથી વધુ બમ્પર પાક મેળવી રહ્યા છે. રાજેશભાઈ શાહ છેલ્લા ત્રણ વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ પર વધારે ધ્યાન આપી રહ્યા છે .જેનું પરિણામ છે કે જ્યાં જિલ્લામાં માત્ર 15 થી 20 ટકા કેરી નો પાક બચ્યો છે ત્યારે રાજેશભાઈ ના આંબાવાડીમાં 50 થી 60 ટકા કેરી ઝૂલતી જોવા મળી રહી છે અને બજારમાં તેઓ હાલે ₹3,000 થી ₹3,500 કેરી વેચીને મબલક નફો મેળવી રહ્યા છે..બીલીયા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ શાહ ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે અને તેઓને હવે સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતર ના બદલે ગીર ગાય ના છાણ અને અન્ય દેશી પદ્ધતિથી જ કેરીના પાકને માફક આવે છે. ગૌકૃપાને છાશ અને ગોળમાં  1 દિવસ રાખી તેઓ ટપક પદ્ધતિથી પિયત કરે છે. ટપક પદ્ધતિથી ખેતી કરીને લાખો લિટર પાણી તો બચાવે છે, સાથે સાથે છેલ્લા ત્રણ વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ કરી લાખો રૂપિયાનો રાસાયણિક ખર્ચથી તેઓ હવે મુક્ત થઈ ગયા છે. રાજેશભાઈ જિલ્લાના ખેડૂતોને અપીલ કરે છે કે હવે તેઓ પણ વિના વિચાર્યા રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરે અને ગૌકૃપાથી ઓર્ગેનિક  ફાર્મિંગ અપનાવી પાક મેળવે.

સરદાર પટેલ સાથે એક એવી ઘટના બની હતી કે, આખા દેશનો જીવ પડીકે બંધાયો હતો

વલસાડ સહિત ઉમરગામ પંથકમાં માર્ચ મહિનામાં બે માવઠા આવ્યા હતા. જેના કારણે મોટાભાગના ખેડૂતોને કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે ત્યારે રાજેશભાઈના ખેતરમાં મબલક પાક જોવા મળી રહ્યો છે. જેને લઇને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પણ રાજેશભાઈની વાડીની મુલાકાત લે છે અને રાજેશભાઈ પણ તમામ ખેડૂતોને રાસાયણિક ખાતર ન વાપરવા સલાહ આપે છે. ખરાબ વાતાવરણ હવામાન તેમજ માવઠા સામે કેરીના પાકને કઈ રીતે બચાવી શકાય અને તે પ્રકારની સમજ અને  માર્ગદર્શન રાજેશભાઈ અન્ય ખેડૂતોને આપે છે. અહીં મુલાકાત લેનાર અન્ય ખેડૂતો પણ કેરીના પાક અંગે  આધુનિક તેમજ  ઓર્ગેનિક ફાર્મિંગ નું  માર્ગદર્શન મેળવી રહ્યા છે.

સીઝનની શરૂઆતમાં ન ખાતા કેરી, અને બોક્સમાં જો કેમિકલની પડીકી મૂકેલી હોય તો સાવધાન

સમગ્ર દેશમાં  વધારે પડતા રાસાયણિક ખાતર વાપરવાના કારણે જમીન ની ફળદ્રુપતામાં ઘટાડો થઈ રહ્યો છે. તેમજ ખેતરમાં ઉગતા પાકની ગુણવત્તા અને તેની મીઠાશમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. વલસાડના આ પ્રગતિશીલ ખેડૂતે એ સાબિત કરી બતાવ્યું છે કે ખેતરમાં લાખો રૂપિયાના રાસાયણિક ખાતરને બદલે જૈવિક અને ઓર્ગેનિક ખેતી થકી ગુણવત્તા સભર પાક મેળવી શકાય છે. જ્યારે જિલ્લામાં મોટાભાગના ખેડૂતો માવઠાના કારણે માથે હાથ દઈને બેઠા છે, ત્યારે રાજેશભાઈ શાહ એક મહિના અગાઉ વરસાડી આફુસ કેરીના બમણા ભાવ મેળવી  લાખો રૂપિયા કમાઈ રહ્યા છે .ત્યારે જિલ્લા સહિત રાજ્યના તમામ ખેડૂતોએ હવે ઓર્ગેનિક ખેતી તરફ વડે એ ખૂબ જરૂરી બન્યું છે.

હાશ...! વિધ્ન વગર પૂરી થઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા : ભાવનગરમાં 5ની અટકાયત કરાઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More