Home> Gujarat
Advertisement
Prev
Next

Turkey Syria Earthquake: વિનાશકારી ભૂકંપમાંથી તુર્કી-સીરિયાને બેઠું કરવા ગુજરાત સજ્જ, નર્સિંગ ટીમનું લિસ્ટ તૈયાર, હવે એક ઈશારે...

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડીકલ રીલીફ ટીમ (નસિંગ) તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયા૨ બતાવી છે. તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો મોતને સેકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Turkey Syria Earthquake: વિનાશકારી ભૂકંપમાંથી તુર્કી-સીરિયાને બેઠું કરવા ગુજરાત સજ્જ, નર્સિંગ ટીમનું લિસ્ટ તૈયાર, હવે એક ઈશારે...

ચેતન પટેલ/સુરત: તુર્કી અને સીરીયામાં વિનાશકારી ભૂકંપ આવ્યો છે. હજારો લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે તો બીજી તરફ હજારો લોકો ઘર વિહોણા પણ થયા છે. ત્યારે ભારત દેશ તુર્કી અને સીરીયાની મદદે આવ્યું છે. ભારતમાંથી રાહતસામગ્રી સહીતની ટીમ રવાના કરવામાં આવી છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડીકલ રીલીફ ટીમ (નસિંગ) તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયા૨ બતાવી છે.

મોરબી પુલના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ દરમિયાન શું બહાર આવ્યું? લેવાયો મોટો નિર્ણય

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડીકલ રીલીફ ટીમ (નસિંગ) તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયા૨ બતાવી છે. તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો મોતને સેકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે તુર્કીમાં આવી પડેલી અણધારી આફત સામે સુરતનો નર્સિંગ એસોસિએશન દ્વારા મદદ માટે ત્યાં જવાની હિંમત બતાવી છે. આ માટે સુરતથી 75 જેટલા સભ્યોની મેડિકલ રિલીફ્ટ ટીમનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. અને તે તમામ લોકોએ તુર્કીમાં જવા અંગેની સંમતિ પણ દર્શાવી આપી છે.

તમને પણ હોઈ શકે છે 'મજબૂર'ના બચ્ચન જેવી બીમારી, માથું દુઃખે તો હવે મોડું ના કરતા

નસિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ ૭૫ જેટલા નર્સિંગ સ્ટાફ સાથેની ટીમ તૈયાર કરી નાખી છે. આ અંગે ટીમનું લિસ્ટ રાજ્યના આરોગ્ય મંત્રીને મોકલી આપ્યું છે.સરકાર જ્યારે પણ આદેશ આપે તે સમયે તુર્કીમાં જઈને લોકોની સેવા માટે જવા તૈયાર છે.સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી સુરતથી મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં સેવા કરવા માટે તૈયાર હોવાની રજૂઆત કરી હતી. તેમણે 75 જેટલા મેડિકલ રીલીફ ટીમના સભ્યોના નામ સાથે પત્ર લખી તુર્કીમાં સેવા કરવા જવા માટેની તૈયારી બતાવી આપી છે.

નિકોલ કેસમાં મુદત સમયે ગેરહાજર રહેનાર હાર્દિક પટેલને કોર્ટે કહી દીધું કે...

ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સરકારને ગમે ત્યારે જરૂર પડે અને નિર્ણય લેવાનો થાય કે તુર્કીમાં આપણા દેશમાંથી મેડિકલ ટીમ સેવા માટે મોકલવાની છે, ત્યારે અમે તે અગાઉથી જ તૈયારી બતાવી દીધી છે. માત્ર સરકારના ઈશારાની જ રાહ છે. સરકાર જ્યારે મોકલશે ત્યારે અમારી 75 જનની ટીમ જવા માટે એકદમ તૈયાર છે.

અત્યાર સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ: ઉનાળાની સિઝન જામે તે પહેલા કંપનીઓએ ACના ભાવ ઘટાડ્યા

સરકારને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત ખાતેની મેડીકલ રીલીફ ટીમ [નર્સિંગ] લાતુર, નેપાળ અને ભુજ ખાતે આવેલા ભૂકંપમાં સેવાઓ બજાવી ચુકી છે. તેમજ પુર વખતે પણ ઈમરજન્સી મેડીકલ સેવાઓ પૂરી પાડનાર ટીમ છે. ત્યારે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સરકાર તરફથી આદેશો કરવામાં આવે તો અમે સર્વો મેડીકલ રીલીફ ટીમ જવા તૈયારી દર્શાવીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More