Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Exit Poll 2022: તો ગુજરાતમાં ભાજપનું સપનું થઈ જશે પૂરુ!, મળી શકે છે રેકોર્ડબ્રેક જીત

182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં બહુમત માટે 92 સીટની જરૂરી હોય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 સીટ મળી હતી તો કોંગ્રેસે જોરદાર ટક્કર આપતા 77 સીટો પર કબજો કર્યો હતો. 

Gujarat Exit Poll 2022: તો ગુજરાતમાં ભાજપનું સપનું થઈ જશે પૂરુ!, મળી શકે છે રેકોર્ડબ્રેક જીત

નવી દિલ્હીઃ ગુજરાતમાં કોની સરકાર બનશે અને જનતાએ કોનું ભાગ્ય નક્કી કરી દીધું છે, તે તો 8 ડિસેમ્બરે મત ગણતરી બાદ ખબર પડશે. પરંતુ રાજ્યમાં બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલમાં ભવિષ્યવાણી થઈ ગઈ છ કે રાજ્યમાં સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની શકે છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બની શકે છે. 

ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં 131થી 151 સીટો મળી શકે છે. કોંગ્રેસને 16થી 30 અને આમ આદમી પાર્ટીને 9થી 21 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ પ્રમાણે 48 ટકા મહિલા મતદાતા ભાજપને સાથ આપી શકે છે, તો 44 ટકા પુરૂષ વોટર્સ ભગવા દળની સાથે રહી શકે છે. કોંગ્રેસને 27 ટકા મહિલા મત અને 25 ટકા પુરૂષ મત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપની સાથે 19 મહિલાઓ અને 21 ટકા પુરૂષ વોટ જઈ શકે છે. 

આ પણ વાંચોઃ Gujarat Exit Poll 2022: દરેક એક્ઝિટ પોલનો એક જ સાર, ગુજરાતમાં બનશે ભાજપની સરકાર

28 ટકા એસસી વોટર્સ ભાજપની સાથે જઈ શકે છે તો 35 ટકા કોંગ્રેસ અને 30 ટકા આપને મત આપી શકે છે. એસટી સમુદાયમાં 33 ટકા મત ભાજપ, 27 ટકા કોંગ્રેસ અને 31 ટકા આપને મત આપી શકે છે. 57 ટકા ઓબીસી વોટર્સ ભાજપની સાથે જઈ શકે છે. કોંગ્રેસને 22 ટકા અને આપને 14 ટકા ઓબીસી મત મળી શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે 47 ટકા ઠાકોર ભાજપ, 28 ટકા કોંગ્રેસ અને 16 ટકા આપને મત કરી શકે છે. 

182 ટકા ગુજરાત વિધાનસભામાં બહુમત માટે 92 સીટની જરૂર હોય છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 99 સીટ મળી હતી તો કોંગ્રેસે જોરદાર ટક્કર આપતા 77 સીટો પોતાના નામે કરી હતી. 5 વર્ષ પહેલા 29 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા અને દરેક સીટ પર તેની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. 

આ પણ વાંચોઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર Exit Poll, ભાજપને રેકોર્ડ જીત મળવાનું અનુમાન, જાણો

ભાજપે ગુજરાતમાં અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2002માં કર્યું હતું. ત્યારે પાર્ટીને 127 સીટો પર જીત મળી હતી. તો કોંગ્રેસ પાર્ટીએ 1985માં સૌથી વધુ 149 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસ પાર્ટીનો આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. ભાજપે આ આંકડાને પાર કરવા માટે મિશન 150 નક્કી કર્યું હતું. ભાજપને આશા છે કે કોંગ્રેસ અને આપ વચ્ચે મતની વહેંચણીથી તેને ફાયદો મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More