Home> Gujarat
Advertisement
Prev
Next

આ તો હદ થઈ ગઈ... કોંગ્રેસના ઉમેદવારે જાહેરસભામા આપી આંગળી કાપી દેવાની ધમકી

Gujarat Elections 2022 : વડોદરાની સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવારે જાહેરસભામાં વિરોધીઓને આપી આંગળી  કાપી નાંખવાની ધમકી....  દૂધ મંડળીના પ્રમુખ, મહામંત્રી સામે આંખો ન કાઢવાની ધમકી...

આ તો હદ થઈ ગઈ... કોંગ્રેસના ઉમેદવારે જાહેરસભામા આપી આંગળી કાપી દેવાની ધમકી

Gujarat Elections 2022 રવિ અગ્રવાલ/વડોદરા : 2022 ની વિધાનસભાની ચૂંટણી નેતાઓની ધમકીને કારણે બદનામ થઈ રહી છે. અસંખ્ય ઉમેદવારો મતદારોની વચ્ચે જાહેરમા ધમકી આપી રહ્યાં છે. ત્યારે વડોદરાની સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પણ બાકાત નથી રહ્યાં છે. કુલદીપસિંહ રાઉલજીએ વિરોધીઓને એક જાહેરસભામાં આંગળી કાપવાની ધમકી આપી. તેમણે દૂધ મંડળીના પ્રમુખ, મહામંત્રી સામે આંખો ન કાઢવા ચીમકી ઉચ્ચારી. ત્યારે કુલદીપસિંહ રાઉલજીની આ ધમકીથી વિવાદ સર્જાયો છે. 

વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર કુલદીપસિંહ રાઉલજી અને કેતન ઈનામદાર વચ્ચે જંગ છે. ત્યારે એક જાહેરસભામાં સાવલી કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીએ વિરોધીઓને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, કોઈએ મારા દૂધ મંડળીના પ્રમુખ મહામંત્રી સામે આંખો કાઢી તો આંગળી કાપી નાંખીશ. આમ, કુલદીપસિંહ રાઉલજીએ વિરોધીઓને ધમકી આપતા વિવાદ વકર્યો છે. 

કોંગ્રેસના નેતા કુલદીપસિંહ રાઉલજીના ધમકીભર્યા નિવેદન વાયરલ થયુ હતું. કુલદીપસિંહ રાઉલજીનો વીડિયો વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા આપી હતી કે, સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્યની 168 મંડળીઓના સભાસદો દૂધ ભરી પોતાનું ગુજરાન ચલાવે છે. મારા મંડળીના સભાસદો, પ્રમુખ અને મહામંત્રીઓ દબાવે છે, ધમકાવે છે. ચૂંટણી ચૂંટણીની રીતે લડવી જોઈએ. મે એવું કહ્યું કે દૂધ ઉત્પાદકોને ન દબાવો, એમને આંગળી ન કરો, હેરાન ન કરો.  

તો આ વિવાદ બાદ ભાજપ ઉમેદવાર અને ધારાસભ્ય કેતન ઈનામદારનો પલટવાર કરતા કહ્યું કે, જેમને જીવનમાં મચ્છર નહિ માર્યું હોય એવા લોકો આંગળી કાપી નાંખવાની વાત કરે છે. નવા નિશાળિયા લોકોના 8 થી 9 દિવસ જ છે, જે વાત કરવી કે કહેવી હોય તે કરી શકે છે. લોકો બધું જાણે છે, જનતા બહુ સારી રીતે બધાને ઓળખે છે. લોકોની સેવા કરવાનું કઈ કરી શક્યા નથી, પણ આવી વાતો બોલીને ચર્ચામાં રહેવા માંગે છે. સસ્તી પ્રસિદ્ધિ માટેનો પ્રયાસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More