Home> Gujarat
Advertisement
Prev
Next

Gadhda Gujarat Chutani Result 2022 ગઢડામાં ભાજપના મહંત શંભુનાથ ટુંડિયાની ભવ્ય જીત

Gadhda Gujarat Vidhan Sabha Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ હતો. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર હતી. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર હતી. 
 

Gadhda Gujarat Chutani Result 2022 ગઢડામાં ભાજપના મહંત શંભુનાથ ટુંડિયાની ભવ્ય જીત

Gadhda Gujarat Vidhan Sabha Chunav Result 2022:   ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાની ભવ્ય જીત થઈ છે. રાજકીય પક્ષો માટે અનામત ગણાતી ગઢડા વિધાનસભા બેઠક પર કોળી, દલિત અને પાટીદાર સમુદાયના મતદારો સૌથી વધુ છે. આ બેઠક પર પટેલ મતદાતા 53,650, કોળી 45,680, ક્ષત્રિય 9,954, બ્રાહ્મણ 5,295, ભરવાડ 11,063, રાજપુત 10,936, આહિર 7,574, લઘુમતી 17,938, લુહાર-સુથાર 5,395, પ્રજાપતિ 4,950, દલિત 11,250, અન્ય 4,507 મતદારોનો દબદબો છે.

ગઢડા વિધાનસભા બેઠકઃ-
1967થી ગઢડા બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 1980માં અનામતમાં ફેરવાઈ હતી. ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. મૂળ ભાવનગર જિલ્લાની ગઢડા વિધાનસભા બેઠકનો મત વિસ્તાર બોટાદ અને ભાવનગર એ બે મત વિસ્તારમાં પથરાયેલો છે. ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે, ત્યારે આ મત વિસ્તારના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. ગુજરાત રાજયના વિભાજન બાદ આ મત વિસ્તારના સીમાંકન બદલાતા રહ્યા છે.

2017ની ચૂંટણી વખતે ગઢડા તાલુકાના 50થી વધુ ગામો બોટાદ મત વિસ્તારમાં ભળ્યા અને વલ્લભીપુર બોટાદમાંથી ગઢડામાં ઉમેરાયુ. 1962થી 1975 સુધી સામાન્ય બેઠક રહેલી ગઢડાની બેઠક 1980થી અનામત બેઠક બની઼ જે આજ સુધી યથાવત છે. 1980થી 2020 સુધીની 10 ચૂંટણી અને 1992ની પેટા ચૂંટણી અનામત બેઠક તરીકે હતી અને 2020 ની પેટા ચૂંટણીમાં પણ આજ સ્થિતિ રહી. ગઢડા વિધાનસભા મત વિસ્તાર ધંધુકા સંસદીય મત વિસ્તારમાં હતો તો 2009થી ગઢડા વિધાનસભા મત વિસ્તાર ભાવનગર સંસદીય મત વિસ્તારમાં ગણાય છે. કૉંગ્રેસ અને ભાજપ બંને આ સીટ પોતાના ખાતામાં લાવવા માટે મથે છે.

જાતિગત સમિકરણઃ-
ગઢડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 50 હજાર 989 છે. જેમાંથી પુરૂષ મતદાતા 1 લાખ 30 હજાર 662 અને મહિલા મતદાતા - 1 લાખ 20 હજાર 326 છે. જેના માટે કુલ 382 મતદાન મથક બનાવવામાં આવ્યા છે.
ગઢડા બેઠક પર કોળી, દલિત અને પાટીદાર સમુદાયના મતદારો સૌથી વધુ છે. આ બેઠક પર પટેલ મતદાતા 53,650, કોળી 45,680, ક્ષત્રિય 9,954, બ્રાહ્મણ 5,295, ભરવાડ 11,063, રાજપુત 10,936, આહિર 7,574, લઘુમતી 17,938, લુહાર-સુથાર 5,395, પ્રજાપતિ 4,950, દલિત 11,250, અન્ય 4,507 મતદારોનો દબદબો છે.

2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    શંભુપ્રસાદ ટુંડિયા
કોંગ્રેસ     જગદીશ ચાવડા
આપ    રમેશ પરમાર

2017ની ચૂંટણીઃ-
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રવીણ મારૂ આ બેઠક પરથી ચૂંટાયા હતા. જોકે તેમણે પક્ષપલટો કરતા આ બેઠક પર પેટાચૂંટણી આવી અને ભાજપે જૂનાજોગી આત્મારામ પરમારને ટિકિટ આપી.2020માં પેટાટચૂંટણીમાં આ બેઠક ફરી ભાજપના ફાળે ગઈ. 

2012ની ચૂંટણી:-
2007 અને 2012માં આત્મારામ પરમારે આ બેઠક કબજે કરી હતી. આ પહેલા આત્મારામ પરમાર 1995 અને 1998માં પણ આ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More