Home> Gujarat
Advertisement
Prev
Next

Sidhpur Gujarat Chunav Result 2022: સિદ્ધપુર બેઠક પર ભગવો લહેરાયો, બળવંતસિંહ રાજપૂતની જીત

Sidhpur Gujarat Chutani Result 2022:  સિદ્ધપુર વિધાનસભા બેઠક પાટણ જિલ્લાનો ભાગ છે.  આ બેઠક પર અંદાજિત 1,39,762 પુરૂષ મતદારો છે. જ્યારે 1,31,341 મહિલા મતદારો છે. કુલ 2,71,103 મતદારો છે. 

Sidhpur Gujarat Chunav Result 2022: સિદ્ધપુર બેઠક પર ભગવો લહેરાયો, બળવંતસિંહ રાજપૂતની જીત

Sidhpur Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Banaskantha Chutani Result 2022: 4 ભાજપ, 4 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારે બાજી મારી

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પરનું પરિણામ

ભાજપ: સિદ્ધપુર, રાધનપુર 
કોંગ્રેસ: પાટણ, ચાણસ્મા

સિદ્ધપુર: બળવંતસિંહ રાજપૂત, ભાજપ
રાધનપુર: લવિંગજી ઠાકોર, ભાજપ

પાટણ બેઠક: કિરીટ પટેલ. કોગ્રેસ
ચાણસ્મા: દિનેશ ઠાકોર. કોગ્રેસ

જીલ્લો -પાટણ 
બેઠક-19 સિદ્ધપુર 
પક્ષ- કોંગ્રેસ 
ઉમેદવાર- ચંદનજી ઠાકોર 
રાઉન્ડ -12
મતથી આગળ-15177

પાટણ Gujarat Chunav Result 2022: પાટણ વિધાનસભા બેઠક (પાટણ)
પાટણની સિદ્ધપુર બેઠક પર ભાજપ કૉંગ્રેસની સીધી ટક્કર છે. માતૃ તર્પણ માટે જાણીતા સિદ્ધપુરની આ બેઠક પર જીત માટે ભારે મહેનત કરવી પડી રહી છે. છેલ્લા બે દાયકાની વાત કરીએ તો અગાઉ ભાજપ ત્રણ વખત જીત્યું હતું તો છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ બાજી મારી રહ્યું છે. 

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપી. જ્યારે કૉંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી. તો આમ આદમી પાર્ટીએ મહેન્દ્ર રાજપૂતને ટિકિટ આપી. 

2017ની ચૂંટણી
સિદ્ધપુરના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને 88,268 મત મળ્યા હતા. જ્યારે ભાજપથી જયનારાયણ વ્યાસને 71,008 મત મળ્યા હતા. જયનારાયણ વ્યાસ 17,260 મતોથી હાર્યા હતા.

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને 87,518 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર જયનારાયણ વ્યાસને 61,694 મત મળ્યા હતા. જયનારાયણ વ્યાસ 25,824 મતથી હાર્યા હતા. 2022ની ચૂંટણીમાં ભાજપે જયનારાયણ વ્યાસની ટિકિટ કાપતા તેમણે ભાજપ છોડીને કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More