Home> Gujarat
Advertisement
Prev
Next

Selfie New Rule: ગુજરાતના આ રમણીય સ્થળે ફરવા જાઓ તો ભૂલેચૂકે સેલ્ફી ન લેતા...જાણો બીજા કયા સ્થળો પર છે પ્રતિબંધ!

Selfie ban in India: જ્યારે પણ તમે કોઈ સારી જગ્યાઓ જુઓ છો ત્યારે તમને તે જગ્યા તરત સેલ્ફીમાં કેદ કરવાનું મન થઈ જતું હોય છે. પરંતુ શું તમને  ખબર છે કે કેટલાક પ્રવાસન સ્થળો પર સેલ્ફી લેવાનું મોંઘુ પડી શકે છે. કારણ કે ભારત સહિત દુનિયાભરમાં એવા અનેક લોકેશન છે જ્યાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે

Selfie New Rule: ગુજરાતના આ રમણીય સ્થળે ફરવા જાઓ તો ભૂલેચૂકે સેલ્ફી ન લેતા...જાણો બીજા કયા સ્થળો પર છે પ્રતિબંધ!

Selfie ban in India: જ્યારે પણ તમે કોઈ સારી જગ્યાઓ જુઓ છો ત્યારે તમને તે જગ્યા તરત સેલ્ફીમાં કેદ કરવાનું મન થઈ જતું હોય છે. પરંતુ શું તમને  ખબર છે કે કેટલાક પ્રવાસન સ્થળો પર સેલ્ફી લેવાનું મોંઘુ પડી શકે છે. કારણ કે ભારત સહિત દુનિયાભરમાં એવા અનેક લોકેશન છે જ્યાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. જો તમે આ નિયમનો ભંગ કરતા પકડાયા તો તમને 24 હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. 

ગુજરાત
ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સાપુતારા હિલ સ્ટેશન પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. પબ્લિક નોટિફિકેશન મુજબ ટુરિસ્ટ પ્લેસમાં સેલ્ફી પર પ્રતિબંધ મૂકાયો છે. જેથી કરીને દુર્ઘટનાઓ પર કાબૂ મેળવી શકાય. ડાંગ જિલલાના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ભારે પ્રમાણમાં પર્યટકો આવે છે. અહીંના સાપુતારા હિલ સ્ટેશન પર આવેલા વોટરફોલ પાસે સેલ્ફી લેવાની મનાઈ છે. જો સેલ્ફી લીધી તો તે અપરાધ ગણાશે. 

સાપુતારાના પહાડો અને ગાઢ જંગલ વચ્ચે વોટરફોલ્સ લોકોને ખુબ આકર્ષે છે. આ કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. ચોમાસામાં અનેકવાર સેલ્ફીના ચક્કરમાં અકસ્માત પણ થયેલા છે. આવા અકસ્માતો ન થાય એટલે આ નિર્ણય લેવાયો છે. તેનો ભંગ કરનારાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ 200 રૂપિયાનો દંડ કે એક મહિનાની જેલ સુધીની નોબત આવી શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2019માં પ્રશાસને વાઘઈ-સાપુતારા  હાઈવે અને વોટર ફોલ્સ પર પાસે સેલ્ફી પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

ગોવા
ગોવામાં અનેક મોત બાદ લોકલ ઓથોરિટીએ બીચ પર સેલ્ફી પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે ગોવાાં ભારતના મોટાભાગના હિસ્સાઓમાંથી લોકો પહોંચતા હોય છે. ત્યાંના સુંદર નજરાઓને કેમેરામાં કેદ કરવા માંગતા હોય છે. પરંતુ આ દુર્ઘટનાનું કારણ બની જતું હોય છે. 

જાપાન રેલ નેટવર્ક
જાપાનના પબ્લિક રેલવે નેટવર્કમાં સેલ્ફી લેવાની મનાઈ છે. ખાસ કરીને સેલ્ફી સ્ટિક તો સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. કારણ કે સેલ્ફી સ્ટિકથી દુર્ઘટના ઘટી શકે છે. 

લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ

શું તમે ક્યારેય પીધી છે બીટરૂટ રેડ વેલ્વેટ ટી? આજે જ ટ્રાય કરો

Weight Loss Tips: ડાઇટિંગ અને એક્સરસાઇઝ છતાં નથી ઘટતું વજન? અપનાવો આ 15 ઉપાય

લંડન ટાવર
લંડન ટાવરમાં અનેક જગ્યાએ સેલ્ફી પર પ્રતિબંધ છે. લંડન ટાવરમાં શાહી જ્વેલરી રાખેલી છે, જેનો ફોટો લેવાની મનાઈ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી શાહી ખજાનાની સુરક્ષાને જોખમ માનવામાં આવે છે. 

સ્પેન
સ્પેનની ફેમસ રનિંગ ઓફ ધ બુલ્સ ઈવેન્ટ દરમિયાન સેલ્ફી લેવાની મનાઈ છે. કારણ કે આ સાંઢોની રેસ દરમિયાન સેલ્ફી લેવા દરમિયાન દુર્ઘટના ઘટી શકે છે. જો તમે આ નિયમનો ભંગ કરશો તો તમારા પર 3305 ડોલર એટલે કે લગભગ 2.70 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More