Home> Gujarat
Advertisement
Prev
Next

સાંસદ પૂનમ માડમે વેક્સીન લઈને કહ્યું, લોકો ભયમુક્ત થઈને રસી લે તે જરૂરી છે

જામનગરના સાંસદ પૂનમ માડમે આજે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વેક્સીન સેન્ટરમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે. સાંસદ પૂનમ માડમ (poonam madam) રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તમામ લોકોએ ભયમુક્ત થઈ કોરોનાની વેક્સીન (corona vaccine) લેવી જોઈએ.  

સાંસદ પૂનમ માડમે વેક્સીન લઈને કહ્યું, લોકો ભયમુક્ત થઈને રસી લે તે જરૂરી છે

મુસ્તાક દલ/જામનગર :જામનગરના સાંસદ પૂનમ માડમે આજે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વેક્સીન સેન્ટરમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે. સાંસદ પૂનમ માડમ (poonam madam) રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તમામ લોકોએ ભયમુક્ત થઈ કોરોનાની વેક્સીન (corona vaccine) લેવી જોઈએ.  

ભયમુક્ત બની લોકોએ રસી લેવા કરી અપીલ 
સાંસદ પૂનમ માડમે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, કોરોના (corona virus) સામેની લડાઈમાં અક્સીર ઈલાજ છે. દિવસે દિવસે કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સિનિયર સિટીઝન તેમજ 45 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓએ કોરોનાની વેક્સીન લેવી જોઈએ. કોરોનાની વેક્સીન સ્વદેશી બનાવટની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં તમામ લોકોને કોરોનાની વેક્સીન મળી રહે તે માટેનું અગાઉથી પ્લાનિંગ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતે અન્ય દેશોને પણ કોરોનાની વેક્સીન (vaccination) આપી છે.

આ પણ વાંચો : રસી સાથે સોનુ ફ્રી : ગુજરાતના આ શહેરમાં એક ઓફરથી વેક્સીન લેનારાઓની લાંબી લાઈન લાગી 

જામનગરમાં 80 હજાર લોકોને અપાઈ રસી 
વિશ્વ આખું આજે કોરોના સામે લડત લડી રહ્યું છે, ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ બનાવેલી કોરોનાની વેક્સીન અક્સીર ઈલાજ બની છે. મૃત્યુઆંક સામે ભારતમાં રિકવરી રેટ પણ ઊંચો જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં 80 હજાર લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. 

સાંસદે પરિવાર સાથે લીધી વેક્સીન
જામનગરના સાંસદ પૂનમ માડમે માતા, ભાભી સાથે શહેરની જીજી હોસ્પિટલમાં વેક્સીન લીધી હતી. સાંસદ પૂનમ માડમે માતા દિનુબેન, ભાભી શીતલબહેન સાથે ગુરુગોવિદસિંહ હોસ્પિટલમાં આવેલ વેક્સીન સેન્ટરમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

આ પણ વાંચો : બરફના ટુકડાને ગરદનના આ ભાગ પર મૂકો, 4 મિનિટ પછી જુઓ આશ્ચર્યજનક ફાયદા

વેક્સીનેશન લેતા લાભાર્થીઓને કીટ વિતરણ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે પણ લાભાર્થીઓ દ્વારા કોરોના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવી કોરોના પ્રતિરોધક રસી લેવામાં આવી રહી છે તેને સાંસદ પૂનમબેન માડમના સહયોગથી એક ખાસ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More