Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: ગુજરાતમાં અધધ 1961 કેસ, 1405 રિકવર, 7 લોકોનાં નિપજ્યાં મોત

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 1961 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1405 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.29 ટકા પર પહોંચી ચુક્યો છે. 

Gujarat Corona Update: ગુજરાતમાં અધધ 1961 કેસ, 1405 રિકવર, 7 લોકોનાં નિપજ્યાં મોત

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 1961 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1405 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.29 ટકા પર પહોંચી ચુક્યો છે. 

AHMEDABAD: પત્નીને બીજા યુવક સાથે રંગરેલીયા મનાવતા જોઇ ગયેલા પતિએ કહ્યું આપણે સાથે...

અત્યાર સુધીમાં કુલ 38,64,161 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,21,158 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 44,85,319 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,78,796 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

બાપુનગર PSI એ કહ્યું ચોરને બુટલેગરને પકડીશું તો અમારા હપ્તા કોણ આપશે? હપ્તા છેક CM સુધી જાય છે

રાજ્યમાં કોરોનાનાં કુલ 1961 દર્દી નોંધાયા અને રાજ્યમાંથી 1405 દર્દીઓ સાજા થયા. આ ઉપરાંત રાજ્યનો રિકવરી રેટ ઘટીને 95.29 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,80,285 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 9372 કોરોનાના એક્ટિવ કેસ છે. 81 લોકો વેન્ટિલેટર પર છે. 9291 લોકો સ્ટેબલ છે. 2,80,285 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4473 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 07 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 1 અને સુરત કોર્પોરેશનનાં 4 અને મહીસાગરમાં 02  સહિત કુલ 07 લોકોનાં મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More