Home> Gujarat
Advertisement
Prev
Next

હરખાવા જેવા સમાચાર, ગુજરાતનો પ્રથમ ઓમિક્રોન દર્દી સ્વસ્થ જાહેર

4 ડિસેમ્બરે ઓમક્રોન વાયરસે ગુજરાત (gujarat corona update) ની ઊંઘ ઉડાડી હતી. આ દિવસે ગુજરાતમાં ઓમિક્રોન (Omicron) નો પ્રથમ કેસ નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા મુસાફરનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે જામનગરવાસીઓ માટે તથા આરોગ્ય તંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોનનો ગુજરાતનો પ્રથમ કેસ સ્વસ્થ જાહેર કરાયો છે. જામનગર (Jamnagar) ના ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષના ઓમિક્રોન સંક્રમિત વૃદ્ધ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. તેમજ પરિવારના ત્રણ-ત્રણ દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

હરખાવા જેવા સમાચાર, ગુજરાતનો પ્રથમ ઓમિક્રોન દર્દી સ્વસ્થ જાહેર

મુસ્તાક દલ/જામનગર :4 ડિસેમ્બરે ઓમક્રોન વાયરસે ગુજરાત (gujarat corona update) ની ઊંઘ ઉડાડી હતી. આ દિવસે ગુજરાતમાં ઓમિક્રોન (Omicron) નો પ્રથમ કેસ નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા મુસાફરનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે જામનગરવાસીઓ માટે તથા આરોગ્ય તંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોનનો ગુજરાતનો પ્રથમ કેસ સ્વસ્થ જાહેર કરાયો છે. જામનગર (Jamnagar) ના ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષના ઓમિક્રોન સંક્રમિત વૃદ્ધ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. તેમજ પરિવારના ત્રણ-ત્રણ દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ગુજરાતમાં સતત ઓમિક્રોન વેરિયન્ટ (omicron variant) નો ફેલાવો થઈ રહ્યો છે જેને લઇ હાલમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મહેસાણા (Mehsana) જિલ્લામાં પણ ઓમિક્રોન વેરિયન્ટને લઇ કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ વડનગરની જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે પણ ઓમિક્રોનને લઇ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં હાલમાં ઓમિક્રોન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને જેમાં 40 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે અને આગામી દિવસોમાં જો વધુ કેસ આવે અને કેસોમાં વધારો નોંધાય તો 300 બેડ સુધીની વ્યવસ્થા હાલમાં હોસ્પિટલ ખાતે થઈ શકે છે.

આ પણ વાંચો : આ છે પેપર લીકના કૌભાંડીઓ, જેમણે 88 હજાર ઉમેદવારોનું સપનુ રગદોળ્યું

2022 ના અંતમાં જશે કોરોના
કોરોના મહામારી મામલે WHOએ વધુ એક મોટો દાવો કર્યો છે. દુનિયાભરમાં વધી રહેલા ઓમિક્રોન વેરિયન્ટ કેસ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. 2022ના અંતમાં કોરોનાનો આવી જશે. ત્યાં સુધી કોરોના સામે સાવચેત રહેવું પડશે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, 2022ના અંત સુધીમાં કોરોનાથી થતાં મૃત્યુ શૂન્ય થઈ શકે છે. કારણ કે, ત્યાં સુધીમાં આ મહામારી સામાન્ય ફ્લૂમાં ફેરવાઈ જશે. આ મહામારી સાવ ખતમ તો નહીં જ થાય પણ મૃત્યુ લગભગ શૂન્ય થઈ શકે તેમ છે. ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાતો હોવાના અહેવાલ વચ્ચે 100થી વધુ વિજ્ઞાનીઓએ કોરોના વાયરસના ભવિષ્ટ મામલે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ મુજબ કોરોનાને રોકવા માટે 2022માં અનેક નવી દવાઓ કારગત સાબિત થશે. અત્યારે વેક્સીને કોરોનાની ગંભીરતાને ઘટાડી છે ત્યારે હવે કોરોના વિરોધી દવા પણ આવું જ કામ કરશે. આગામી છ મહિનામાં અનેક નવી દવાઓ બજારમાં આવી જશે.  વૈજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે, 2022ના અંત સુધીમાં કોરોના વાયરસ પણ એ સ્થિતિએ પહોંચી જશે જેમ 1918માં સ્પેનિશ ફ્લૂ અને 2009માં સ્વાઈન ફ્લૂ હતો. એટલે કે, કોરોના ખતમ નહીં થાય પણ મૃત્યુ શૂન્ય કરી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More