Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: 16 નવા કેસ, 16 રિકવર થયા, એક પણ મોત નહી

  ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજે રોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. આંકડાઓ નાના છે પરંતુ તેની વચ્ચેનું અંતર ખુબ જ મોટુ જોવા મળી રહ્યું છે. રાજ્યમા કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 2,23,464 રસીના ડોઝ અપાયા છે. 

GUJARAT CORONA UPDATE: 16 નવા કેસ, 16 રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર :  ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજે રોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. આંકડાઓ નાના છે પરંતુ તેની વચ્ચેનું અંતર ખુબ જ મોટુ જોવા મળી રહ્યું છે. રાજ્યમા કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 2,23,464 રસીના ડોઝ અપાયા છે. 

U.K ના હાઇકમિશ્નરે કરી CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા

રાજ્યમાં હાલ કુલ 158 કેસ એક્ટિવ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 154 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. તો બીજી તરફ કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10082 નાગરિકોના મોત થયા છે. જો કે સકારાત્મક બાબત કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી. જે ગુજરાત માટે ખુબ જ રાહતના સમાચાર છે. આજે રાજ્યમાં સુરત કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશન 2, ખેડા અને વલસાડમાં 2-2 કેસ જ્યારે નવસારી, રાજકોટ કોર્પોરેશન, તાપી, વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ સામે આવ્યા છે. 

ગાંધીનગરમાં BJP નું શક્તિપ્રદર્શન: સમગ્ર ગાંધીનગરે કેસરી રંગે રંગાયુ, 20 કિ.મી લાંબા રોડ શોમાં તમામ નેતા હાજર

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 ને રસીનો પ્રથમ જ્યારે 2693 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરની 27506 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 33397 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 79443 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 80416 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,23,464 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,12,16,916 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More