Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 14 દર્દી સાજા થયા, 1 નાગરિકનું મોત

ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો 14 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી 8,15,140 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાંનો રિકવરી રેટ પણ ધીરે ધીરે સુધરી રહ્યો છે. 98.76 ટકાએ રિકવરી રેટ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 5,13,874 રસીના ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યું છે. 

GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 14 દર્દી સાજા થયા, 1 નાગરિકનું મોત

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો 14 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી 8,15,140 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાંનો રિકવરી રેટ પણ ધીરે ધીરે સુધરી રહ્યો છે. 98.76 ટકાએ રિકવરી રેટ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 5,13,874 રસીના ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યું છે. 

AHMEDABAD લાખો લોકો જે ફિલ્મની રાહ જોઇ રહ્યા છે તે ઓનલાઇન લીક અને પછી...

જો કે ગુજરાતમાં 29-30 તારીખે (ઓગસ્ટ 2021) ના દિવસે તહેવાર હોવાના કારણે રસીકરણનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. 31 ઓગસ્ટ 2021 થી કોરોનાનું રસીકરણ પુર્વવત ચાલુ રહેશે. જો એક્ટિવ કેસની વાત કરએ તો હાલ 155 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 151 નાગરિકો સ્ટેબલ છે. 8,15,140 નાગરિકોને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. આજે પણ કોરોનાને કારણે 1 નાગરિકનું સુરતમાં મોત થયું છે. 

પતિએ કહ્યું મને અને મારા બોસને ખુશ કરી દે, પછી તારા જીવનમાં ચાર ચાંદ લાગી જશે અને..

જો રસીકરણની વાત કરીએ તો તે મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 23 વર્કરને પ્રથમ ડોઝ અને 6810 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 85552 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને અને 75241 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18-45 વર્ષના 265499 નાગરિકોને રસીનો પ્રથમ અને 80749 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,13,874 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. રાજ્યમાં કુલ 4,50,37,451 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More