Home> Gujarat
Advertisement
Prev
Next

પબ્લિક યુનિવર્સિટી વિધેયક! ગુજરાત કોંગ્રેસનો જબરદસ્ત વિરોધ, જાણો શું થશે નુક્સાન

Gujarat Common Universities Bill : વર્ષ 2023 ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક રજૂ થયું... રાજ્યની ૧૧ યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે... કોમન યુનિવર્સિટી એકટ મામલે કોંગ્રેસનો વિરોધ... શિક્ષણના વેપારીકરણ અને શિક્ષણ ક્ષેત્રે સરકારની નીતિ સામે કોંગ્રેસના દેખાવ 

પબ્લિક યુનિવર્સિટી વિધેયક! ગુજરાત કોંગ્રેસનો જબરદસ્ત વિરોધ, જાણો શું થશે નુક્સાન

Gujarat Public University Bill 2023 : ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક મૂકાયું છે. જે મામલે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. આ બિલ અગાઉ 4 વાર રિજેક્ટ થયું હોવા છતાં સરકાર શિક્ષણમાં મોટા ફેરફારો કરવા અને યુનિમાં સ્થાનિક રાજકારણને ખતમ કરવા યુનિ.ઓ સરકારના હસ્તક લાવવા માગે છે. આજે આ બિલને વિધાનસભામાં મૂકાયું છે. આ મામલે કહી ખુશી કહીં ગમ જેવો માહોલ છે.  ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ અંગે ફેર વિચારણા કરવા માંગ કરી છે પણ સરકાર આ મામલે ઝૂકવા તૈયાર નથી. 

શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા છે કે, કોમન યુનિવર્સિટી એક્ટ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે નુકસાન કારક છે. સરકારી – ગ્રાન્ટ ઇન એઇડ શૈક્ષણિક શાળા – કોલેજોને બંધ કરવા ભાજપ સરકાર આગળ વધી રહી છે. શિક્ષણના ખાનગીકરણ – વેપારીકરણને વેગ આપી રહી છે સરકાર.  રાજ્ય સરકારનો હેતુ યુનીવર્સીટીઓની સ્વાયતત્તા દુર કરીને સંપૂર્ણ નિયંત્રણ લાવવાનો છે. આ બિલને કારણે શૈક્ષણિક સ્વાયતતા (Academic Autonomy) અને  નાણાંકીય સ્વાયતતા (Financial Autonomy) કોમન યુનીવર્સીટી એક્ટથી થશે ખતમ થશે.

શિક્ષણનુ સરકારીકરણ! 4 વાર રિજેક્ટ બિલ સરકારે આજે ફરી મૂક્યુ, 11 યુનિ.મા સરકારનો પાવર

રાજ્ય સરકારનો મૂળભૂત ઉદ્દેશ યુનિવર્સિટીઓના સત્તા મંડળોને નિયંત્રિત કરવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, ધીમે ધીમે જુદી જુદી કોલેજોને સંલગ્ન કોલેજો નહીં, પરંતુ સ્ટેન્ડ અલોન કોલેજ તરીકે  દરજ્જો આપવાનું નક્કી થયું છે ત્યારે, હાલમાં સત્તા મંડળનું જે માળખું છે તેની મદદથી જ આ શક્ય બનશે.
  • ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં જુદી જુદી યુનિવર્સિટીઓમાં સત્તા મંડળોની પુનઃરચનાને ધ્યાને લઈ નવો કાયદો જઈ લાવવા જઈ રહી છે.
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જુદી જુદી જોગવાઈઓથી વિપરીત છે.
  • નવી વ્યવસ્થામાં જુદા જુદા ક્ષેત્રોમાંથી પ્રતિનિધિઓ યુનિવર્સિટીના જુદા જુદા સત્તા મંડળોમાં આવતા હતા તે જોગવાઈઓમાં સુધારો કરીને સત્તા મંડળમાં કુલપતિ જેને ઈચ્છે તેવા લોકોનું પ્રતિનિધિત્વ થતાં,  યુનિવર્સિટીના સત્તા મંડળોમાં સ્વતંત્ર વિચાર ધરાવતા, પોતાનો વિચાર સ્વતંત્ર રીતે રજૂ કરી શકનારા અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના ભવનના પ્રોફેસરોને બદલે, કુલપતિ જે કહે તે વાતમાં હા એ હા કરનારા લોકો સત્તા મંડળના સભ્યો બની જતા, સમગ્ર યુનિવર્સિટીને બાનમાં લઈને, સત્તા ચલાવશે તેવું દેખાઈ રહ્યું છે.
  • ગુજરાતની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વર્ષોથી એક વિશેષ પ્રણાલીથી અલગ અલગ સમાજના એટલે કે અધ્યાપકો, પ્રોફેસરો, ભવનો પૈકી, જુદા જુદા લોકો સત્તા મંડળના સભ્યો ચૂંટતા હોવાથી આ યુનિવર્સિટીની નામના આજે પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જોવા મળી છે. એ હકીકત છે કે એમ.એસ. યુનિવર્સિટીની અગાઉની નામનામાં ઘણો ઘટાડો થયો છે.
  • યુનિવર્સિટી રાજ્ય સરકારનું સ્વાયત ચાલતું શિક્ષણનું કેન્દ્ર છે, ત્યારે તેમાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સંચાલકો અને દાતાઓ પોતાનામાંથી પ્રતિનિધિ હોય, ત્યારે સત્તા મંડળોમાં સ્વતંત્ર રીતે મુક્ત મનથી ચર્ચા થાય, વિચારણા થાય. જરૂર પડે સત્તાધીશો સામે પડકાર પણ ઊભો કરી શકાય. તેમની ખોટી નીતિને રાજ્ય સરકાર સુધી પહોંચાડી શકાય.
  • આ બધી જ બાબતો ત્યારે જ શક્ય બને જ્યારે યુનિવર્સિટીઓમાં સ્વતંત્ર રીતે ચૂંટણી દ્વારા લોક પ્રતિનિધિત્વ થતું હોય.
  • જ્યારે સત્તાધીશો લોકશાહી પ્રક્રિયાને બદલે સરમુખ્યતારશાહી લાવવા માગતા હોય, માત્ર ત્યારે કોમન યુનિ. એક્ટ જેવો કાયદો લાવવાની જરૂરત ઊભી થાય.
  • રાજ્ય સરકારની કોમન એક્ટ લાવવાની નીતિ કોલેજોના અધ્યાપકોને નુકસાન કરનારી છે.
  • આ નીતિથી કોલેજના અધ્યાપકોની સ્વતંત્રતા, સ્વાયતતા, પરીક્ષામાં સહભાગી પણું, વગેરે પણ સત્તાના કેન્દ્રમાં માત્ર કુલપતિઓના પ્રતિનિધિઓ હોવાથી દૂર થશે. પરીક્ષાની કામગીરી સિનિયર અને સારા અધ્યાપકોને બદલે, કુલપતિના કહ્યાગરા અને કુલપતિની આજુબાજુ ફરતા લોકોના હાથમાં જતી રહેશે. આ કારણે અધ્યાપકોની શૈક્ષણિક કારકિર્દીને પણ નુકસાન જવાની સંભાવના છે.
  • રાજ્ય સરકાર પાછલા દરવાજેથી અધ્યાપકોને એક કોલેજમાંથી બીજી કોલેજમાં લઈ જવા માટે આ નીતિ લઈને આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
  • નવા આવનાર કાયદાનો આર્થિક દુરુપયોગ થવાની પણ સંભાવના છે. યુનિવર્સિટીઓમાં કરવામાં આવતા ખર્ચો ઉપર, દેખરેખ રાખનારા લોકો, એ લોકો જ હશે જેની નિયુક્તિ કુલપતિએ કરી હશે.
  • હાલમાં આ પ્રકારનો કાયદો જે યુનિવર્સિટીઓમાં છે તે યુનિવર્સિટીઓને શું ફાયદો થયો છે તેની વિગત પણ ચકાસવામાં આવે, અને ત્યારબાદ આ કાયદા અંગે વિચારવું જોઈએ.
  • આ કાયદામાં સંપૂર્ણ નિયંત્રિત સત્તા મંડળોને બદલે લોક પ્રતિનિધિત્વ વાળું સત્તા મંડળ આવે તે અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવી જોઈએ.

વર્ષ ૨૦૨૩નું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ. જેમાં કોંગ્રેના નેતા અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં પ્રશ્નો કર્યા કે, સરકારે રજૂ કરેલું આ બીલ માછલીઓને પણ સ્વિમિંગ પૂલમાં તરવા માટેના નિયમો બનાવ્યા તે બરાબર છે. વિશ્વગૂરૂ ભાષણથી બની નહી શકાય, શિક્ષણમાં પાયાગતથી સુધારો કરવો પડશે. આ બિલ સંપૂર્ણ સરકારીકરણ છે. કુબેર ડિંડોર પ્રોફેસર પણ છે અને હવે મંત્રી પણ છે, કુંવરજી બળતરા શાળના પ્રિન્સિપાલ હતા, તેઓ હવે મંત્રી છે. નવા બિલ થકી હવે આવા લોકો આવી શકશે નહી. આપણે મુકીએ એ જ વીસી સારા એ વિચાર જ ગુલામીનો છે. અંગ્રેજોના સમયમાં યુનિવર્સિટી સ્વાયત્તતાનું કેન્દ્ર હતું. સરકારના આ વિધેયકથી શિક્ષણનું સરકારીકરણ થશે. 

દાહોદમાં એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, રેલવેએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ
કોમન એક યુનિવર્સિટી સરકારની ગુલામ બનાવશે તેવા સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસે વિધાનસભા બહાર આ બિલ અંગે દેખાવો કર્યા. શિક્ષણના વેપારીકરણ સામે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો. સાથે જ શિક્ષણની સરકારની નીતિ સામે કોંગ્રેસે આક્રમક વિરોધ દર્શાવ્યો. સાથે જ વિવાદમાં આવેલી જ્ઞાન સહાયક યોજના બંધ કરવાની પણ કોંગ્રેસે માંગણી કરી.

ઠાસરામાં પથ્થરમારામાં મોટા અપડેટ : મસ્જિદ પરથી મળ્યા પથ્થરો, અત્યાર સુધી 11 ની ધરપકડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More