Home> Gujarat
Advertisement
Prev
Next

નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ, જયનારાયણ વ્યાસે ઉઠાવ્યા સવાલ

Narmada Flood : નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસના ભાજપ સરકાર પર આક્ષેપ....કહ્યું કે, વાદળ ફાટ્યું એ વાત તદન જુઠ્ઠાણું છે.... આ ફક્ત અવ્યવસ્થાપનના કારણે થયેલી બેદરકારી છે... પાણી આવે તો એડવાન્સમાં ખબર પડી જ જાય...જેમાંથી પાણી આવે તો આગોતરી જાણ કરાય...

નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ, જયનારાયણ વ્યાસે ઉઠાવ્યા સવાલ

Narmada Dam : નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસના ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે. સરદાર સરોવર નિગમે આપેલી પ્રતિક્રિયા સામે પ્રતિક્રિયા આપી છે. જયનારાયણ વ્યાસે કહ્યું કે, વાદળ ફાટ્યું એ વાત તદન જુઠ્ઠાણું છે. અહીંયા વાદળ ફાટવું શક્ય ન જ નથી. આ ફક્ત અવ્યવસ્થાપનના કારણે થયેલી બેદરકારી છે. પાણી આવે તો એડવાન્સમાં ખબર પડી જ જાય. નર્મદા ડેમ પહેલા કેટલાય ડૅમ આવે છે. જેમાંથી પાણી આવે તો આગોતરી જાણ કરાય જ. તેથી પૂર આવવા માટે વાદળ ફાટવાની ઘટના કહેવી મશ્કરી સમાન છે. 

નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી બાદ ભરૂચ, અંકલેશ્વરમાં પૂર આવ્યુ હતું. લોકોએ ચાર દિવસ પૂરના પાણીમાં વિતાવ્યા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે પૂર્ણ જળ સંશાધન મંત્રી અને હાલ કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે પત્રકાર પરિષદ કરીને આ સામે સવાલો ઉઠાવ્યા છે. સરદાર સરોવર નિગમ દ્વારા આપાયેલા નિવેદન મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ક્લાઉડ બર્સ્ટ એ નર્યું જુઠ્ઠાણું છે, અહીંયા એ શક્ય ન જ નથી. આ ફક્ત મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છે. પાણી આવે તો એડવાન્સમાં ખબર પડી જ જાય. નર્મદા ડેમ પહેલા કેટલાય ડૅમ આવે છે, જેમાંથી પાણી આવે તો આગોતરી જાણ કરાય જ. પૂર આવવા માટે વાદળ ફાટવાની ઘટના કહેવી એ રાજ્યના લોકોની મશ્કરી સમાન છે.

અંબાલાલ પટેલે આગાહી કરીને ચોખ્ખે-ચોખ્ખું કહી દીધું, આ વર્ષે નવરાત્રિ બગાડશે વરસાદ

તેમણે કહ્યું કે, સરદાર સરોવર બંધ માટેનો પ્રોજેક્ટ ગુજરાત બન્યા પહેલાનો રિપોર્ટ છે. 5 એપ્રિલ 1962 માં સરદાર બ્રિજનું ખાતમુહર્ત કરવાંમાં આવ્યું હતું. સ્વ જવાહરલાલ નહેરુજીએ 240 ફૂટનું ખાતમુહર્ત કર્યું હતું, 1985 માં પ્લાનિંગ કમિશનની મંજૂરી મળી હતી, 1956 માં કાકરાપાર ડેમ સહિતના તમામ બંધ કોંગ્રેસના શાસનમાં બાંધવામાં આવ્યા છે. ભાજપમાં શાસનમાં બોરી બંધ બાંધવામાં આવ્યા અને તમામ ધોવાઈ ગયા. વડાપ્રધાનનો ગુજરાત દમણ ગંગા પ્રોજેક્ટ હજુ સુધી મંજુર થયો નથી, ગુજરાતના લોકોને લોલીપોપ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બધી જ નદીઓને જોડવાનું કામ જે વારંવાર જાહેરાત કરવાંમાં આવૅ તે પણ શક્ય નથી. બંધનું 70 ટકા કામ કોંગ્રેસના શાસનમાં થયું છે, સાયફન અને કેનાલ પણ કોંગ્રેસના શાસનમાં બાંધવામાં આવી છે. 

સુરતના બીચ પર મળેલા ચરસ વિશે મોટો ખુલાસો, ચરસને વેચી રોકડી રળી લેવાનો હતો પ્લાન

 
તો બીજી તરફ, સરદાર સરોવર નર્મદા નિગમે આજે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાં 15મી સપ્ટેમ્બરે મધ્યમ વરસાદ, 16 તથા 17મી સપ્ટેમ્બરે અતિભારે વરસાદ પડ્યો હતો. તે સમયે ઉપરવાસનો મુખ્ય ડેમ ઇન્દિરા સાગર પ્રોજેક્ટ પૂરેપૂરો ભરાઇ ગયો હતો અને તેણે તમામ પાણી ડાઉનસ્ટ્રીમ એટલે કે, સરદાર સરોવર ડેમ તરફ છોડવાનું શરુ કર્યુ હતુ. તદુપરાંત આઇએસપી (ઇન્દિરા સાગર પ્રોજેક્ટ) અને એસએસપી (સરદાર સરોવર પરિયોજના) વચ્ચે ક્લાઉડ બર્સ્ટ થતા એટલે કે આભ ફાટતા સરદાર સરોવરમાં અચાનક જ પૂરની સ્થિતિ સર્જાઇ હતી. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ કોઇ નોંધપાત્ર વરસાદ કે ઇન્દિરા સાગર તરફથી કોઇ નોંધપાત્ર આઉટફ્લો ન હતો. તેમજ સીડબ્લ્યૂસી દ્વારા કોઇ આગાહી ન હતી. આમ સરદાર સરોવર બંધ ઓથોરિટીઝ દ્વારા 16મીથી 18મી સુધી અણધાર્યા પૂરની પરિસ્થિત દરમિયાન પદ્ધતિસરની કામગીરી કરાઇ છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાંથી થતા નુકશાનને શક્ય તેટલું ઘટાડી શકાયું હતુ. 

અમદાવાદીઓ પિત્ઝા ખાતા પહેલા ચેતી જજો, La Pinozના પિત્ઝા બોક્સમાંથી નીકળ્યા જીવડા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More