Home> Gujarat
Advertisement
Prev
Next

પાછલા બારણે ગુજરાતમાં દારૂબંધીની છૂટછાટ આપવાનો સરકારનો માસ્ટરપ્લાન

Liquor Permission In Gift City : ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા જામ્યું રાજકીય ઘમાસાણ... વિપક્ષના આરોપ પર ઋષિકેશ પટેલે કહ્યુ- ગુજરાતના વિકાસકાર્યોમાં વિપક્ષે હંમેશા હાડકા નાંખ્યા છે... 
 

પાછલા બારણે ગુજરાતમાં દારૂબંધીની છૂટછાટ આપવાનો સરકારનો માસ્ટરપ્લાન

Gujarat Congress On Gift City Liquor Permission : ગાંધીનગર જી.. હાં... ગાંધીનગર....  મહાત્મા ગાંધીના નામ પર આવેલો આ જિલ્લો હાલ સરકારના એક નિર્ણયથી ગુજરાતમાં ખબરોની યાદીમાં ટોપ પર છે. મહાત્મા ગાંધી જે દારૂનો વિરોધ કરતા હતા તે દારૂ મહાત્મા ગાંધીના નામથી પ્રખ્યાત ગાંધીનગર જિલ્લામાં આવેલા ગિફ્ટ સિટીમાં મળશે. સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. વિપક્ષ દારૂની છૂટ મામલે સરકાર પર સતત પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકરના નિર્ણયની ટીકા કરી છે. વિપક્ષનું કહેવું છે સરકાર રાજ્યમાંથી પાછલા બારણેથી દારૂબંધી હટાવવા માટે કાવતરુ કરી રહી છે.

દારુ પર રાજકીય ધમાસાણ
ગિફ્ટ સિટીને દારૂની ભેટ પર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર GIFT સિટીમાં દારૂની છૂટનો મામલે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રગતિ, શાંતિ અને સલામતિ દારૂબંધીના કારણે છે. આટલી સરકાર આવી પણ કોઈએ દારૂબંધી ન હટાવી જોઈએ. 

પાનના ગલ્લે ચર્ચા વધી, ગિફ્ટ સિટીની જેમ ગુજરાતના અન્ય શહેરોમાં પણ દારૂબંધી હટશે ખરી

 

 

અમિત ચાવડાએ કહ્યું કે, દાદા મૃદુતાથી મક્કમ રીતે દારુબંધી દુર કરવા આગળ વધી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં પાછલા બારણે દારૂ બંધીની છુટ આપવાનું સુનિયોજીત આયોજન છે. સરકારનો નિર્ણય દુર્ભાગ્ય પુર્ણ છે, જેનાથી ગુજરાતની યુવા પેઢી બરબાદ થશે. ગુજરાતમાં અત્યાર સુધી જે શાંતિ અને પ્રગતિ છે તે દારૂ બંધીના કારણે જ છે. વર્ષોથી ગુજરાતમાં અનેક ધંધા રોજગાર આવ્યા અને ફુલ્યાફાલ્યા છે. આજ દિન સુધી ગુજરાતની કોઇ સરકારે ઉદ્યોગો માટે દારૂ બંધીને છુટ્ટી આપી નથી. ભાજપની ડબલ એન્જીન સરકારની હપ્તાખોરીની નિતિના કારણે ગુજરાતમાં દારૂની બદીઓ વધી છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ગાંધીજીના નામ પરથી ગાંધીનગર બનેલુ ત્યાં ગિફ્ટ સીટીમાં દારૂ પીવાની છુટ અપાઈ છે. દારૂ બંધીમાં રાહતથી લોકોની હિંમત ખુલશે અને બદીમાં વધારો થશે. આજે ગીફ્ટ સીટીમાં છુટ આપી છે, કાલે કેવડીયા અને રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છુટ આપશો. સુરતમાં ડાયમંડ બુર્ઝમાં ઉદ્યોગકારોને આકર્ષવા છુટ આપશો. ગીફ્ટ સીટીમાંથી દારૂ પી બહાર આવેલ વ્યક્તિ અકસ્માત કે કોઇના ઘરે ઝઘડો કરશે તો?

અલ્પેશ ઠાકોર ફરી ગયા! દારૂબંધીના આંદોલનના હીરોના સૂર બદલાયા, અભી બોલા અભી ફોક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More