Home> Gujarat
Advertisement
Prev
Next

Elections 2024: ગુજરાત કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની જાહેર કરી યાદી, રૂપાલા સામે આ નેતાને ઉતાર્યા મેદાને

ગુજરાતની બાકી રહેલી ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી અને રાજકોટ બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. આ સાથે જ કોંગ્રેસે ગુજરાતની તમામ 26 બેઠક પર પોતાનાઉમેદવાર મેદાને ઉતાર્યા છે. 

Elections 2024: ગુજરાત કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની જાહેર કરી યાદી, રૂપાલા સામે આ નેતાને ઉતાર્યા મેદાને

Loksabha Elections 2024: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી રહેલી ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી અને રાજકોટ બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. આ સાથે જ કોંગ્રેસે ગુજરાતની તમામ 26 બેઠક પર પોતાનાઉમેદવાર મેદાને ઉતાર્યા છે. એટલું જ નહીં, વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ગુજરાત કોંગ્રેસે 5 ઉમેદવાર જાહેર કર્યા છે.

ગુજરાત કોંગ્રેસના વધુ 4 ઉમેદવાર જાહેર

  • અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને ટિકિટ
  • રાજકોટથી પરેશ ધાનાણી લડશે ચૂંટણી
  • મહેસાણાથી રામજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર
  • નવસારીથી નૈષધ દેસાઈને કોંગ્રેસની ટિકિટ

વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના 5 ઉમેદવાર જાહેર

  • વીજાપુરથી દિનેશ પટેલને ટિકિટ
  • પોરબંદરથી રાજુ ઓડેદરાને ટિકિટ
  • માણાવદરથી હીરાભાઈ કાંસગારાને ટિકિટ
  • ખંભાતથી મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ
  • વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ટિકિટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More