Home> Gujarat
Advertisement
Prev
Next

ભૂપેન્દ્ર પટેલ બન્યા ‘નાયક’ : હવે CMOને સીધી કરી શકાશે ફરિયાદ, WhatsApp નંબર થયો જાહેર

Contact Gujarat CM : હવે ગુજરાતના મુખ્યમંત્રીને ડાયરેક્ટર સંપર્ક કરો, ‘નાયક’ ફિલ્મની જેમ જાહેર કર્યો વોટ્સએપ નંબર 

ભૂપેન્દ્ર પટેલ બન્યા ‘નાયક’ : હવે CMOને સીધી કરી શકાશે ફરિયાદ, WhatsApp નંબર થયો જાહેર

Contact Gujarat CM હિતલ પારેખ/ગાંધીનગર : નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય છે. હવે CMO ને સીધી ફરિયાદ કરી શકાશે. સીએમઓમાં સંપર્ક કરવા માટે WhatsApp નંબર જાહેર કરાયો છે. આ જોઈને તમને અનિલ કપૂરની નાયક ફિલ્મ યાદ આવી જશે, જેમાં લોકો ડાયરેક્ટર મુખ્યમંત્રી સાથે સંવાદ સાધે છે. 

આ નંબર પર સંપર્ક કરો
હવે ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.   

આ પણ વાંચો : 

મહીસાગરના હોદ્દેદારોને કમલમનું તેડું, પક્ષ વિરોધી કામ કરનારામાં 22 નેતાના નામ

ગુજરાતમાં DGP બદલાય એ પહેલાં આ IPSને મળી શકે છે પ્રમોશન, મોટા ફેરફારો થશે

fallbacks

સામેથી જવાબ પણ મળશે 
મુખ્યમંમી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. એટલુ જ નહિ, આ નંબર પર સંપર્ક કરવાથી તમને જવાબ પણ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. 

આ પણ વાંચો : જેલમાંથી છુટતા વિપુલ ચૌધરીના સૂર બદલાયા, Amulના પૂર્વ એમડી આરએસ સોઢીને અંગ્રેજ કહ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More