Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના મુખ્યમંત્રીએ નવા વર્ષની સવારે ત્રિમંદિરમા દર્શન કર્યાં, લોકોની સુખાકારીની પ્રાર્થના કરી

Diwali 2023 : નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મહાદેવ મંદિરે કર્યા દર્શન...રાજ્યના લોકોની સુખાકારી અને કલ્યાણ માટે કરી પ્રાર્થના..મુખ્યમંત્રી વૃદ્ધાશ્રમના વડીલો સાથે લેશે બપોરનું ભોજન..

ગુજરાતના મુખ્યમંત્રીએ નવા વર્ષની સવારે ત્રિમંદિરમા દર્શન કર્યાં, લોકોની સુખાકારીની પ્રાર્થના કરી

Gujarat CM Bhupendra Patel : આજથી વિક્રમ સંવત 2080ની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત મંદિરમાં દર્શનથી કરી. નવા વર્ષના પહેલા દિવસે પંચદેવ મંદિરમાં દર્શન કર્યાં. તેઓએ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી રાજ્યના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. તેઓએ રાજ્યના સૌ નાગરિકોને નવા વર્ષની શુભકામના પાઠવી.

રાજ્યમાં આજે નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. વિક્રમ સંવત 2080નું ઉમળકાભેર સ્વાગત કરાઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરમાં દર્શન કર્યા. દાદા ભગવાન આગળ શીશ ઝૂકાવીને પૂજા-અર્ચના કરી. સૌ અનુયાયીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. રાજ્યમાં સુખ-સમૃદ્ધિ કાયમ આવે તેવી પ્રાર્થના કરી.

વૃદ્ધો સાથે ભોજન સાથે મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભુપેન્દ્ર પટેલ બની રહ્યા છે અને જન જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે મંગળવારે બપોરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ ખાતેના વૃદ્ધાશ્રમના વડીલો સાથે બેસીને ભોજન લેશે. તેમજ તેમને સ્નેહભાવે ભોજન પીરસશે. 

અમદાવાદના જુદા જુદા વૃદ્ધાશ્રમના વડીલો પણ નૂતન વર્ષ દીપાવલીના પર્વમાં સહભાગી થઈને આ દિવસોમાં મિષ્ટાન સહિતનું ભોજન લઈ શકે તેવા ઉદાત ભાવથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તરફથી વિવિધ ૧૪ જેટલા વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષ દિન નિમિત્તે બપોરનું/સાંજનું ભોજન પણ આપવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More