Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના નવા CM ના ભોળપણના થયા દિલ ખોલીને વખાણ, પાટીલે કહ્યું-ભલે ભોળા, પણ તેમને કોઈ છેતરી નહિ શકે

ગુજરાતના નવા CM ના ભોળપણના થયા દિલ ખોલીને વખાણ, પાટીલે કહ્યું-ભલે ભોળા, પણ તેમને કોઈ છેતરી નહિ શકે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બોટાદની મુલાકાતે
  • ગઢડા સ્વામિનારાયણ મંદિર અને સાળંગપુર કષ્ટભંજનના કર્યા દર્શન

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પર વખાણનો ધોધ વહ્યો છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતના એક વરચ્યુઅલ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જાહેર કાર્યક્રમમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના વખાણ કર્યાં છે. 

સીઆર પાટીલે કર્યા નવા મુખ્યમંત્રીના વખાણ 
બોટાદ કાર્યક્રમમાં સીઆર પાટીલે મંચ પરથી સીઆર પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે તપાસનો વિષય છે. મુખ્યમંત્રી ખૂબ જ ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. ઘણીવાર એમને અમારે રોકવા પડે કે સાહેબ સાચવીને. સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ CM ને છેતરી નહીં શકે. 

આ પણ વાંચો : 80 વર્ષની ઢળતી ઉંમરે દાદાને જવાની ચઢી, બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતા, પત્નીએ હેલ્પલાઈનમાં મદદ માંગી

હર્ષ સંઘવીએ કહ્યું, મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે
તો સુરતમાં જીતોના એક કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ મહત્વનું નિવેદન આપ્યું કે, હું મંત્રી ભલે બન્યો પણ અહીં શીખવા આવ્યો છું. ભુપેન્દ્ર પટેલ સરકાર ખૂબ સરસ કામગીરી કરી રહી છે. હું ભલે જન્મે જૈન છું, પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે. જૈન સમાજે ઉપાશ્રયોની સાથે શિક્ષણ સંકુલ અને દવાખાના બનાવવા જોઈએ. 

મોદીએ પણ કર્યા હતા વખાણ
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતને એવા મુખ્યમંત્રી મળ્યાં છે, જે ટેકનોલોજીના જાણકાર છે, જમીન સાથે જોડાયેલા છે. અલગ અળગ ક્ષેત્રોમાં કામ કરવાનો તેમનો અનુભવ ગુજરાતના વિકાસમાં કામ આવશે. નગરપાલિકાથી શરૂ કરીને ઔડા સુધીની સફર, 25 વર્ષથી અખંડ રૂપથી પ્રશાનને તેમણે નજીકથી જોયુ અને તેનું નેતૃત્વ કર્યુ છે. મને ખુશી છે કે આવા અનુભવી વ્યક્તિ ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યાં છે. આટલા લાંબા સમયથી સાર્વજનિક જીવનમાં રહેવા છતા, વિવિધ પદ પર રહ્યા છે તેમના ખાતામાં કોઈ વિવાદ નથી. તેઓ ઓછુ બોલે છે, પણ કાર્યમાં ક્યારેય ઉણપ આવતી નથી. તેઓ સાયલન્ટ વર્કર તરીકે કામ કરવું તે તેમની કાર્યશૈલીનો હિસ્સો છે. અનેક લોકોને ખબર છે કે, તેમનો પરિવાર આદ્યાત્મક પ્રતિ સમર્પિત રહ્યો છે. આવા ઉત્તમ સંસ્કારવાળા નેતા નેતૃત્વ કરી રહ્યાં છે. 

આ પણ વાંચો : કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવા મોટી ઉથલપાથલના એંધાણ, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી બનશે હુકમનો એક્કો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે બોટાદના પ્રવાસે છે. ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે ગઢડામાં BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા. જેમાં સંતો મંહિતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર, સૌરભ પટેલ, ભરત બોઘરા સહિતના ભાજનપા નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે સીઆર પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકરો 2022ની ચૂંટણીને લઈને એક્શનમાં આવી ગયા છે. સાથે કહ્યું ભાજપના કાર્યકરો દરેક અવસરમાં સેવાના કામ કરે છે. જેથી રક્તતુલા જેવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More