Home> Gujarat
Advertisement
Prev
Next

આજે નવા મંત્રીઓની શપથવિધિ, ફરી ફાડવાની નોબત ન આવે એટલે તારીખ વગરના બેનર લગાવાયા

આજે બપોરે 1.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. ગઈકાલે થયેલા ફિયાસ્કા બાદ ગુજરાત ભાજપ હાસ્યાસ્પદ બન્યું છે. શપથવિધિની અંતિમ ઘડીઓમાં ડેમેજ કન્ટ્રોલ ન કરી શકનાર ભાજપે આખરે આખો કાર્યક્રમ રદ કર્યો હતો. જેને કારણે ગઈકાલની તારીખના બેનર પણ ફાડવા પડ્યા હતા. જોકે, આજે તમામ નવા મંત્રીમંડળ (cabinet reshuffle) ની શપથવિધિ બપોરે દોઢ કલાકે રાજભવનમાં યોજાશે. પરંતુ ફરી કોઈ અડચણ આવે અને કાર્યક્રમ રદ થાય તે માટે તારીખ વગરના નવા બેનર બનાવવામાં આવ્યા છે. હાલ રાજભવનમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. 

આજે નવા મંત્રીઓની શપથવિધિ, ફરી ફાડવાની નોબત ન આવે એટલે તારીખ વગરના બેનર લગાવાયા

ગૌરવ પટેલ/અમદાવાદ :આજે બપોરે 1.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. ગઈકાલે થયેલા ફિયાસ્કા બાદ ગુજરાત ભાજપ હાસ્યાસ્પદ બન્યું છે. શપથવિધિની અંતિમ ઘડીઓમાં ડેમેજ કન્ટ્રોલ ન કરી શકનાર ભાજપે આખરે આખો કાર્યક્રમ રદ કર્યો હતો. જેને કારણે ગઈકાલની તારીખના બેનર પણ ફાડવા પડ્યા હતા. જોકે, આજે તમામ નવા મંત્રીમંડળ (cabinet reshuffle) ની શપથવિધિ બપોરે દોઢ કલાકે રાજભવનમાં યોજાશે. પરંતુ ફરી કોઈ અડચણ આવે અને કાર્યક્રમ રદ થાય તે માટે તારીખ વગરના નવા બેનર બનાવવામાં આવ્યા છે. હાલ રાજભવનમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. 

બેનરમાંથી તારીખ હટાવી દેવાઈ 
ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે બપોરે થનારી શપથવિધિની તૈયારીઓ તેજ બની છે. ગઇ કાલે ફાડી નાંખવામાં આવેલા બેનરના સ્થાને હવે નવા બેનર લગાડવાની શરૂઆત કરાઈ છે. આજના બેનરમાં માત્ર શપથ વિધિનો જ ઉલ્લેખ કરાયો છે. બેનરમાં ક્યાંય તારીખનો ઉલ્લેખ નથી કરાયો. 

આ પણ વાંચો : ગુજરાતનો એક ખતરનાક સુલ્તાન, જેની સાથે સંબંધ બનાવ્યા બાદ દરેક મહિલાનું મોત થતુ હતું... 

વિવાદ બાદ શું ‘નો રિપીટ થિયરી’ અપનાવાશે?
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે તેવુ કહેવાયુ છે. નવા મંત્રીમંડળમાંએક પણ વાર મંત્રી રહ્યા હશે તો તે મંત્રીઓને મંત્રી પદ નહિ મળે. મંત્રીમંડળના નામો નક્કી થઈ ગયા હતા. પરંતુ ગઈકાલે જે રીતે ભાજપના સિનિયર નેતાઓની નારાજગી સામે આવી છે, તે જોતા હવે આ થિયરી પર પક્ષ વર્કઆઉટ કરે તેવી શક્યતા ઓછી લાગી રહી છે. અનુભવી નેતાઓને કોરાને મૂકીને નવા નિશાળીયાઓને લાવવાનું ભાજપનું પ્લાનિંગ કેટલા અંશે સફળ નીવડશે તે તો બપોરે જ ખબર પડશે. જોકે, હજી સુધી નવા મંત્રીમંડળના નેતાઓની જાહેરાત કરવામાં આવી નથી. 

નારાજગી હજી દૂર નથી થઈ
શપથવિધિ સમારોહ આજે રદ થવાની જાહેરાત બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupedra Patel) દ્વારા આ અંગે ટ્વીટ કરવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં આવેલા નેતાઓ ગાંધીનગરથી રવાના થવા હતા. પરંતુ આટલી મોટી જાહેરાત આ રીતે અધવચ્ચે અટકાવી દેવી એ સાબિત કરી છે કે, ભાજપ (gujarat bjp) માં આંતરિક મતભેદ અને નારાજગી દૂર થઈ નથી. સરકાર ભલે કહેતી હોય કે નેતાઓમા કોઈ નારાજગી નથી, પણ કાર્યક્રમ રદ થવુ સાબિત કરે છે કે ઓલ ઈઝ નોટ વેલ. 

આ પણ વાંચો : ઝેરી સાપને ગળામાં લટકાવીને ગુજરાતી ગાયકે વીડિયો બનાવ્યો, વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું

દિલ્હીથી દરમિયાનગીરી થાય તેવી શક્યતા 
આજે સવારથી જ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નિવાસ સ્થાને એક પછી એક ધારાસભ્યોની મીટિંગ યોજાઈ છે. પક્ષના નારાજ નેતાઓ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. તો બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની બંગલે સિનિયર નેતાઓનુ એકઠુ થવુ પણ નારાજગીનો સૂર વ્યક્ત કરે છે. આ વચ્ચે અનેક મંત્રીઓને આજે પોતાની ઓફિસ તાબડતોડ ખાલી કરાવવી પડી હતી. ત્યારે આ સમગ્ર મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. દિલ્હીથી આવેલા નેતાઓ આ નારાજગી દૂર કરવામાં અને ડેમેજ કન્ટ્રોલ કરવામાં સફળ નીવડ્યા નથી. ત્યારે હવે દિલ્હીથી આ મામલે દરમિયાનગીરી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More