Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Budget: ગુજરાતને ભણવવા સરકારે કળશ ઢોળ્યો, શિક્ષણના આધુનિકરણ અને વિદ્યાર્થીઓના વિકાસને પ્રાધાન્ય

Gujarat Budget 2023: ગુજરાતના વિદ્યાર્થીઓને ભણવવા માટે ભાવિ પેઢીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે બજેટમાં વિશેષ ધ્યાન રાખ્યું છે. એ બાબતને ધ્યાને રાખીને બજેટની જોગવાઈ કરાઈ છે. દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે.

Gujarat Budget: ગુજરાતને ભણવવા સરકારે કળશ ઢોળ્યો, શિક્ષણના આધુનિકરણ અને વિદ્યાર્થીઓના વિકાસને પ્રાધાન્ય

Gujarat Budget 2023: ગુજરાત આજે વિકાસની દિશામાં વાયુવેગે હરળફાળ ભરી રહ્યું છે. ત્યારે ગુજરાતના વિકાસને વેગ આપવા માટે શિક્ષણનું આધુનિકરણ ખુબ આવશ્યક છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને ભણવવા માટે ભાવિ પેઢીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે બજેટમાં વિશેષ ધ્યાન રાખ્યું છે. એ બાબતને ધ્યાને રાખીને બજેટની જોગવાઈ કરાઈ છે. દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના પ્રત્યેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઈ શકે તે માટે જરૂરી છે.  બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ:
મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૨૩૧૦૯ કરોડની જોગવાઈ.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ. ૬૪ કરોડની જોગવાઈ.
સૈનિક શાળાઓ સમકક્ષ 10 રક્ષાશક્તિ સ્કૂલો શરૂ કરવા માટે રૂ. 5 કરોડની જોગવાઈ.
સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓ જાળવવા માટે રૂ. 100 કરોડની જોગવાઈ.
અંદાજે 6 હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનું વહીવટી કામોનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં માળખાકિય સગવડો સુવ્યવસ્થિત કરવા માટે 87 કરોડ રૂપિયાની જોગવાઈ.
ધો-1 થી 8માં આરટીઈ યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભા શાળી વિદ્યાર્થીઓને ધોરણ-8 પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે રૂ.20 હજારનું શાળા વાઉચર આપી સહાય આપવા માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરાઈ છે.
સરકારી અને ગ્રાન્ટ ઇન ગેઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તંત્રીની સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.

ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણઃ
- ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના શાઇનને પ્રોત્સાહન આપતી શોધ યોજના. ટ્ટિની વિ શિષ્યવૃત્તિ યોજન ઓ માટે ૨૩૯૦ કરોડની જોગવાઈ.
-ગુણવત્ત યુક્ત શિક્ષણ, વિમર્શ અને ઇનોવેશન, કૌધ્ધ વિકાર, ટીચર્સ ટ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ, અને ટેક્નોલોજી આધારિત વિજિટલ બર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા ર૪૧ કરોડની જોગવાઇ
-ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે ૧૬૯ કરોડની જોગવાઈ. 
-નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલ્ધ કરાવવા માટે રૂ.150 કરોડની જોગવાઈ કરાઈ.
-યુવાનીની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન પોલિસી-૨,૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ- માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ ખાતે પ્રોટોટાઇવિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે રૂ. ૨૭૦ કરોડની જોગવાઈ
- રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં માળખાકિય સુવિધાઓ સુદ્રઢ કરવા માટે રૂ.64 કરોડની જોગવાઈ. 
ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે રૂ. 40 કરોડની જોગવાઈ.

ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવાઃ
-IITRAM અમદાવાદની વિવિધ પરિયાણ અને સહાયક બનું પર ૮ કરોડની જોગવાઇ.
- સાયબર-ક્રાઇમ, સાયબર-ફોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓન સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ સાયબર સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે રૂ. ૬ કરોડની જોગવાઈ.
-સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૅપ કરોડની જોગવાઈ.
-STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ રૅપ કરોડની જોગવાઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More