Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Budget 2023 : બજેટની આ છે 10 મોટી જાહેરાતો, જાણીને તમારું દિલ ખુશ ખુશ થઈ જશે

Gujarat Budget 2023 : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24 ના વર્ષ માટે બજેટ જાહેર કરાયું છે, જેમાં નાગરિકના હિતમાં અનેક નવી જાહેરાતો કરાઈ છે... નવા કરવેરા વગરનું રાજ્યનું કુલ  3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું બજેટ રજૂ..... ગત વર્ષ કરતા 57 હજાર 53 કરોડ રૂપિયાનો કરાયો વધારો.....

Gujarat Budget 2023 : બજેટની આ છે 10 મોટી જાહેરાતો, જાણીને તમારું દિલ ખુશ ખુશ થઈ જશે

Gujarat Budget 2023 : રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત બીજીવાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત બીજીવાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં બજેટને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે બજેટમાં શિક્ષણ અને આરોગ્ય પર મુકાયો સૌથી વધુ ભાર મૂકાયો છે. તો શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ 43 હજાર 651 કરોડની જોગવાઈ અને આરોગ્ય વિભાગ માટે 15 હજાર 182 કરોડ ફાળવાયા છે. 

1.
ગુજરાતના નાગરિકો પર કોઈ પણ જાતનો કર નાંખવામાં આવ્યો નથી. કોઈ પણ કરવેરા વગરના ફેરફાર વગરનું આ બજેટ નાગરિકો માટે ફુલગુલાબી બજેટ બની રહ્યું છે.

2.
રાજ્યમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીનો 15 ટકાથી ઘટાડીને 5 ટકા વેટ કરાયો છે.

3.
સરખેજ-ગાંધીનગર હાઇવેને ૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર (છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.)ની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે. અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને ૩૩૫૦ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે ર૬૧૫ કરોડની જોગવાઈ.

4. 
શ્રમિકોને કામના સ્થળ નજીક રહેઠાણ માટે શ્રમિક બસેરા સ્થાપવા ₹ 500 કરોડ ની જોગવાઈ. તમામ કુટુંબને કુટુંબ ઓળખપત્ર અપાશે. 
 
5.
PMJAY - માં યોજના હેઠળ મફત સારવાર માટે ₹ 1600 કરોડની જોગવાઈ. PMJAY હેઠળ 85 લાખ કુટુંબો માટે વીમા કવચ 5 લાખ થી વધારી 10 લાખ કરાયું 

6.
ઉજ્જવલા યોજના હેઠળ 39 લાખ કુટુંબો ને દર વર્ષે બે ગેસ સિલિન્ડર મફત આપવા ₹ 500 કરોડની જોગવાઈ

7.
NFSA કુટુંબો માટે પ્રતિ માસ 1 કિલો ચણા હવે સમગ્ર રાજ્યમાં અપાશે

8.
મનરેગા માટે ₹ 1391 કરોડની જોગવાઈ
 
9.
દરેક જિલ્લામાં 1 જિલ્લા કક્ષાનું અને જિલ્લાના 1 તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા આયોજન

10.
ધોરણ 1 થી 8 ના RTE માં અભ્યાસ કરેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 8 બાદ ખાનગી શાળામાં અભ્યાસ માટે ₹ 20 હજારનું શાળા વાઉચર આપવા ₹ 50 કરોડની જોગવાઈ

11.
5 હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More