Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલ

Rajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે 

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલ

Gujarat Politics : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરિણામે ગુજરાતના નવા રાજ્યપાલ કોની નિયુક્તિ થશે? એ મુદ્દે અટકળો વહેતી થઈ છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત થઈ શકે છે. ત્યારે આ વચ્ચે એક નવી ચર્ચા વહેતી થઈ છે. ગુજરાત ભાજપના રિટાયર્ડમેન્ટ તરફ જઈ રહેલા કેટલાક સિનિયર નેતાઓને રાજ્યપાલ બનાવી શકાય છે. ગુજરાતના વધુ 2 નેતા રાજ્યપાલ બની શકે છે. જેમાં હાલ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, નીતિન પટેલ, વિજય રૂપાણીનાં નામ ચર્ચામાં છે. અત્યાર સુધી 13 ગુજરાતી અન્ય રાજ્યના રાજ્યપાલ બન્યા છે. 

આ ત્રણ નેતાઓના નામ ચર્ચામાં
ગુજરાત ભાજપમાં હાલ અનેક સિનિયર નેતાઓ એવા છે જે ભાજપ માટે હુકમનો એક્કો જેવા છે. આ સિનિયર નેતાઓને પક્ષે કેટલીક જવાબદારીમાંથી મુક્ત કર્યાં છે. પરંતું હાલ આ નેતાઓને ભાજપ બીજી મોટી જવાબદારી સોંપી શકે છે. ભાજપ હાલ આ નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ તરીકે કારભાર સોંપી શકે છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, નીતિન પટેલ, વિજય રૂપાણીના નામ ચર્ચામાં છે. આ ત્રણેય નેતાઓ ગત સમયે એકસાથે સત્તામાં હતા. વિજય રૂપાણી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે નીતિન પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હતા અને તે જ સમયે ભુપેન્દ્ર ચુડાસમા શિક્ષણમંત્રી હતા. ત્યારે આ ત્રણેય સિનિયર નેતાઓને મોટી જવાબદારી સોંપાઈ શકે છે. 

ગુજરાતમાં ભૂલથી પણ આ ‘શબ્દ’ વાપરતા નહિ, સરકારે લગાવ્યો પ્રતિબંધ

ગુજરાતના નેતાઓના આ નેતાઓ બન્યા છે રાજ્યપાલ

  • કનૈયાલાલ મુનશી (યુપી)
  • જયસુખલાલ હાથી (પંજાબ)
  • સર ચંદુલાલ ત્રિવેદી (આંધ્ર)
  • ખંડુભાઈ દેસાઈ (આંધ્ર)
  • કુમુદબેન જોષી (આંધ્ર)
  • કૃષ્ણકુમારસિંહજી (તમિલનાડુ)
  • કે. કે. શાહ (તામિલનાડુ)
  • પ્રભુદાસ પટવારી (તામિલનાડુ)
  • ગોપાલ કૃષ્ણ ગાંધી (૫. બંગાળ)
  • વિરેન શાહ (૫. બંગાળ)
  • વજુભાઈ વાળા (કર્ણાટક)
  • આનંદીબેન પટેલ (મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ)
  • મંગુભાઈ પટેલ (મધ્યપ્રદેશ)
     

આનંદીબેન ફરી યુપીના રાજ્યપાલ
ઉત્તર પ્રદેશને હજુ સુધી એવા એક પણ રાજ્યપાલ મળ્યા નથી જેમને બીજી વખત કાર્યકાળ મળ્યો હોય. જો આનંદીબેન પટેલને ફરી એકવાર યુપીના રાજ્યપાલની જવાબદારી મળશે તો તે બીજી વખત કાર્યકાળ મેળવનાર તે પ્રથમ રાજ્યપાલ હશે. તો વજુભાઈ વાળા પણ લાંબા સમય સુધી રાજ્યપાલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આવામાં હવે ગુજરાતના અન્ય સિનિયર નેતાઓનો ચાન્સ લાગી શકે છે. 

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More