Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ભાજપને લોકસભામાં ક્લીન સ્વિપની હેટ્રિક કરવાની ઈચ્છા, અત્યારથી શરૂ કરી દીધી છે તૈયારી

Gujarat BJP : લોકસભામાં જીતની હેટ્રિક માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી, અન્ય પક્ષા મજબૂત નેતાઓને પક્ષમાં ખેંચવાનું શરૂ કર્યું

ગુજરાતમાં ભાજપને લોકસભામાં ક્લીન સ્વિપની હેટ્રિક કરવાની ઈચ્છા, અત્યારથી શરૂ કરી દીધી છે તૈયારી

Loksabha Election 2024 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ 156 બેઠકો સાથે જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરવાનું છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ભાજપને મળી રહી છે. અને 2024માં પણ ભાજપ આવી જ રીતે ક્લીન સ્વિપ કરીને જીતની હેટ્રિક સર્જવા માંગે છે. આ માટે ભાજપે અત્યારથી જ તૈયાર કરી રહ્યા છે. સોમવારે જ કોંગ્રેસના સીનિયર ગણાતા ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં સામેલ થયા. જેનાથી મધ્ય ગુજરાતમાં ભાજપ વધારે મજબૂત બન્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક ડઝનથી વધારે ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓેએ કેસરિયા કર્યા હતા.

ભાજપે લાલ જાજામ પાથરી
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અકલ્પનીય જીત મેળવી છે. આ વખતે પહેલીવાર ભાજપે ચૂંટણીમાં 50 ટકાથી વધારે મતો મેળવ્યા. અને અત્યાર સુધીની સૌથી વધારે 182 માંથી 156 બેઠકો પર જીત મેળવી. આ જીતથી લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપની રેડ કાર્પેટ જાણે તૈયાર થઈ ગઈ છે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ફરી એકવાર તમામ બેઠકો પર કેસરિયો લહેરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. 2014 અને 2019ની ચૂંટણીમાં વિધાનસભાની તમામ 26 બેઠકો પર જીત દાખલ કરી હતી. આ રણનીતિ અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષે એકવાર ફરી કોંગ્રેસના સ્થાનિક નેતાઓને પોતાના પક્ષમાં લાવવાની શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચો : 

મિલકત વેરાઓમાં તોતિંગ વધારો, અમદાવાદીઓ અને સુરતીઓના માથે કરોડો રૂપિયાનો બોજો વધ્યો

NRI ગુજરાતી પરિવારનો ભયાનક અકસ્માત : કારમાં સવાર 4ના ઘટનાસ્થળે જ મોત

કોંગ્રેસે પણ શરૂ કરી તૈયારી
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ ગુજરાત કોંગ્રેસ 1 થી 17 ફેબ્રુઆરી સુધી જનસંવાદ, હાથ સે હાથ જોડો યાત્રા કાઢશે. આ યાત્રા રાજ્યના 17 જિલ્લાઓમાં નિકળશે. 71 નગરપાલિકા અને ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીના શાંતિ અને ભાઈચારાના સંદેશાને જન-જન સુધી પહોંચાડશે.સાથે જ ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાને મજબૂત કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ ફરી લોકો વચ્ચે જઈને પક્ષને મજબૂત કરવાના પ્રયાસમાં છે.

આ પણ વાંચો : વલસાડ પર મોટો ખતરો, ગુજરાતના નક્શામાંથી ગાયબ થતુ બચાવવું હોય તો આ વૃક્ષ બનશે સંજીવની

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More