Home> Gujarat
Advertisement
Prev
Next

મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આવતીકાલથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કરશે. 19, 20 અને 21 ઓગસ્ટના રોજ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેશે. સાથે જ સૌરાષ્ટ્રના સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે પણ બેઠક કરશે. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા માત્ર યાત્રા નહિ, પરંતુ આવતા દિવસોમાં થનાર ચૂંટણીઓ માટે મહત્વ પૂર્ણ સાબિત થશે. અગાઉ નરેન્દ્ર મોદી (Narendra Modi)  જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે યાત્રાઓ યોજતા તે સ્ટાઇલથી આ પ્રવાસ યોજાશે. જે ભાજપમાં નવો ચીલો ચાતરનારી બાબત બની રહેશે. ત્યારે પાટીલની આ સ્ટ્રેટેજી ભાજપને ફાયદો કરાવી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રમાં ભાજપ (Gujarat BJP) ને મજબૂત બનાવી શકે છે. 

મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ

રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આવતીકાલથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કરશે. 19, 20 અને 21 ઓગસ્ટના રોજ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેશે. સાથે જ સૌરાષ્ટ્રના સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે પણ બેઠક કરશે. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા માત્ર યાત્રા નહિ, પરંતુ આવતા દિવસોમાં થનાર ચૂંટણીઓ માટે મહત્વ પૂર્ણ સાબિત થશે. અગાઉ નરેન્દ્ર મોદી (Narendra Modi)  જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે યાત્રાઓ યોજતા તે સ્ટાઇલથી આ પ્રવાસ યોજાશે. જે ભાજપમાં નવો ચીલો ચાતરનારી બાબત બની રહેશે. ત્યારે પાટીલની આ સ્ટ્રેટેજી ભાજપને ફાયદો કરાવી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રમાં ભાજપ (Gujarat BJP) ને મજબૂત બનાવી શકે છે. 

Video : રીંછ મહાદેવ મંદિરમાં પડેલું એક કિલો ઘી ગટગટાવી ગયું....!!!!  

સી.આર.પાટીલને આવકારવા સ્વાગત માટે ઠેર ઠેર ભાજપના ફ્લેગ લગાવવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવતીકાલથી સૌરાષ્ટ્ર પ્રવાસ કરવાના છે. સીઆર પાટીલના પ્રથમ સૌરાષ્ટ્ર પ્રવાસ માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 19 ઓગસ્ટથી આ પ્રવાસનો પ્રારંભ થશે. જેનુ શિડ્યુલ આ મુજબ છે. 

19 ઓગસ્ટ 
સવારે 9 વાગે સોમનાથ દાદા ના દર્શન કરશે. ત્યાર બાદ સાગરદર્શન કરશે. તેના બાદ પાર્ટી બેઠકમાં ભાગ લેશે. બપોરે 2 વાગે જુનાગઢ જવા રવાના થશે. જૂનાગઢ મહાનગર પાલિકામાં બેઠક કરશે.

20 ઓગસ્ટ 
સવારે જૂનાગઢ જિલ્લામાં બેઠક કરશે. તેના બાદ જેતપુર પ્રવાસ કરશે. અહી તેઓ ખોડલધામ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સાંજે હોલમાં તેઓનો સ્વાગત કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેના બાદ રાજકોટ જિલ્લાની બેઠક થશે. તો સાથે જ ચોટીલાની પણ બેઠક થશે. આ ઉપરાંત ઝાંઝરખા મંદિર દર્શન બાદ દલિત સમાજના આગેવાનો સાથે બેઠક થશે. 

સાવધાન ! કારમાં બેસેલ સાધુ તમારી નજીક આવીને સરનામુ પૂછે તો જવાબ આપતા પહેલા સો વાર વિચારજો...

સીઆર પાટીલની કમલમમાં વધુ એક રણનીતિ 
સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભાજપ પ્રમુખ સીઆર પાટીલની નવી રણનીતિ પર કામ કરતા જોવા મળશે. કાર્યકરોના પ્રશ્નો-સમસ્યા ઉકેલવા માટે તેઓએ નવી રણનીતિ બનાવી છે. સાથે જ સૌરાષ્ટ્રના કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે મોટો નિર્ણય લેશે. આ માટે રાજ્યકક્ષાના મંત્રીઓ પાર્ટી ઓફિસ કમલમ પર જોવા મળશે. રાજ્યકક્ષાના મંત્રીઓ સપ્તાહમાં 2 દિવસ કમલમ પર જોવા મળશે. દર સપ્તાહે રાજ્યકક્ષાના એક મંત્રી કમલમ પર હાજર રહેશે. કાર્યકરો પોતાના વિસ્તારના પ્રશ્નો-સમસ્યા અંગે રજૂઆત કરી શકશે. આગામી દિવસોમાં આ અંગે સત્તાવાર જાહેરાત થશે. 

તો સરકારના 70 માળની બિલ્ડીંગને મંજૂરીના નિર્ણય અંગે સીઆર પાટીલે કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. બિલ્ડીંગ વધુ સારા અને સસ્તા બનશે. દેશનું પ્રથમ રાજ્ય બનશે કે જ્યાંના 5 શહેરોમાં 70 માળની બિલ્ડીંગો હશે. આ નિર્ણયથી 5 શહેરોમાં મોટા બિલ્ડીંગ બનશે. તેમજ મધ્યમ વર્ગને સસ્તા ઘર મળશે. 

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

વિકૃત ચોરની કરતૂત, મોબાઈલ ચોરી કર્યા બાદ પ્રિન્સીપાલની મહિલા મિત્રોને અશ્લીલ મેસેજ મોકલ્યાં

અમદાવાદ-સુરતને પગલે રાજકોટ... કોરોનાને કાબૂમાં લેવા વધુ એક IASની નિમણૂંક કરાઈ

અમદાવાદીઓને ટેન્શન લાવી દે તેવી તસવીરો, રોજ આ સ્થળે ભેગા થાય છે 200થી વધુ લોકો 

ગુજરાતમા હવે દૂબઈ-સિંગાપોરની જેમ ગગનચુંબી ઈમારતો બનશે, સરકારે આપી મંજૂરી

હજી વધુ વરસાદ પડશે તો ગુજરાતમાં તબાહી સર્જાશે, 251માંથી 234 તાલુકામાં વરસાદ

Photos : ધોધમાર વરસાદથી અમદાવાદની હાલત બગડી, બીજા દિવસે સવારે પણ પાણી ન ઓસર્યાં

સાવધાન ! કારમાં બેસેલ સાધુ તમારી નજીક આવીને સરનામુ પૂછે તો જવાબ આપતા પહેલા સો વાર વિચારજો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More