Home> Gujarat
Advertisement
Prev
Next

વિધાનસભાની વાતઃ ભિલોડામાં આ વખતે ચૂંટણીમાં કોણ પડશે ભારે? જાણો શું કહે છે વર્તમાન સમીકરણો

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું ઘણા વર્ષોથી વર્ચસ્વ છે. ભિલોડા બેઠક પર કુલ 3 લાખ 9 હજાર 982 મતદારો છે. જેમાં 1 લાખ 57 હજાર 229 પુરુષ, 1 લાખ 52 હજાર 738 મહિલા મતદારો અને 15 અન્ય મતદારો છે. જ્યાં સુધી જાતિગત સમીકરણની વાત આવે છે તો ભિલોડા મેઘરજ તાલુકામાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધારે છે.

વિધાનસભાની વાતઃ ભિલોડામાં આ વખતે ચૂંટણીમાં કોણ પડશે ભારે? જાણો શું કહે છે વર્તમાન સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું ભિલોડા વિધાનસભાની વાત...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. તેની વચ્ચે અમે તમને બતાવીશું અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠકનું રાજકીય સમીકરણ. ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહ્યું છે. પરંતુ કેટલીક એવી બેઠકો છે જેના પર ભાજપને જીત મેળવવી ઘણી મુશ્કેલ બની છે. આ બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આવી જ એક બેઠક છે અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક. જ્યાં હજુ પણ કોંગ્રેસનો ઝંડો લહેરાઈ રહ્યો છે.

ભિલોડા બેઠક પર મતદારો:
ભિલોડા બેઠક પર કુલ 3 લાખ 9 હજાર 982 મતદારો છે. જેમાં 1 લાખ 57 હજાર 229 પુરુષ, 1 લાખ 52 હજાર 738 મહિલા મતદારો અને 15 અન્ય મતદારો છે. જ્યાં સુધી જાતિગત સમીકરણની વાત આવે છે તો ભિલોડા મેઘરજ તાલુકામાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધારે છે.

શું છે રાજકીય સમીકરણ:
આ સીટ વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ સીટ પર આ વખતે સત્તા પરિવર્તન થઈ શકે છે. જો કે તે તો 8 ડિસેમ્બરે જાહેર થનારી મતગણતરી બાદ સામે આવશે. કેમ કે કોંગ્રેસના સિનિયર નેતા અને 5 વખતના ધારાસભ્ય અનિલ જોશીયારાનું નિધન થયું. જ્યારે તેમના પુત્ર કેવલ જોશીયારા 1500 સમર્થકોની સાથે ભાજપમાં જોડાઈ ગયા. જેના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેમ છે.

2017નું પરિણામ:
2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ડૉ.અનિલ જોશીયારાએ ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાને 12,417 મતથી પરાજય આપ્યો હતો.

વિધાનસભા ચૂંટણીમાં ભિલોડા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર          પક્ષ

1962  ગણપતલાલ ત્રિવેદી      કોંગ્રેસ
1967  એ જે ત્રિવેદી             સ્વતંત્ર
1972  મૂળશંકર રણછોડદાસ  કોંગ્રેસ
1975  વ્યાસ ધનેશ્વર           એનસીઓ
1980  મનુભાઈ ત્રિવેદી         કોંગ્રેસ
1985  ઉપેન્દ્ર ત્રિવેદી              કોંગ્રેસ
1990  ઉપેન્દ્ર ત્રિવેદી              કોંગ્રેસ
1995  ડો. અનિલ જોષીયારા   BJP
1998  ઉપેન્દ્ર ત્રિવેદી              IND
2002  ડો. અનિલ જોષીયારા  કોંગ્રેસ
2007  ડો. અનિલ જોષીયારા  કોંગ્રેસ
2012  ડો. અનિલ જોષીયારા  કોંગ્રેસ
2017  ડો. અનિલ જોષીયારા  કોંગ્રેસ

 

બેઠક પરની સમસ્યા:
ભિલોડા વિસ્તારમાં કોઈ મોટો ઉદ્યોગ નથી. આથી યુવાઓ સામે સૌથી મોટી રોજગારની સમસ્યા છે. ભિલોડા વિસ્તારમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ છે. જેને લઈને લોકો અવારનવાર અવાજ ઉઠાવતા રહે છે. સારી હોસ્પિટલ ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આદિવાસી વિસ્તારમાં વિકાસના મામલામાં સરકાર પછાત છે. જિલ્લાની વહેંચણી પછી હજુ સુધી વિસ્તારના લોકોને હોસ્પિટલ મળી શકી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More