Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ આ અદ્ભૂત ખગોળીય ઘટનાના સાક્ષી, VIDEO જોવાનું ચુકતા નહીં...

આજે આભામંડળમા ચંદ્ર, ગુરુ અને શુક્ર ગ્રહ એક  હરોડમાં દેખાતા અલોકિક નજારો જોવા મળ્યો હતો. ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ આ અદ્ભૂત ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા છે. આ સિવાય ગુજરાતમાં પાવાગઢ ડુંગરેથી આકાશમાં અદ્દભૂત ખગોળીય ઘટના જોવા મળી છે. જેમાં ચંદ્ર -શુક્ર-ગુરુ ત્રણે ગ્રહો એક જ સીધી લાઈનમાં સંરેખિત થયા છે. 

ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ આ અદ્ભૂત ખગોળીય ઘટનાના સાક્ષી, VIDEO જોવાનું ચુકતા નહીં...

ઝી બ્યુરો/પંચમહાલ: આજે આભામંડળમા ચંદ્ર, ગુરુ અને શુક્ર ગ્રહ એક  હરોડમાં દેખાતા અલોકિક નજારો જોવા મળ્યો હતો. ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ આ અદ્ભૂત ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા છે. આ સિવાય ગુજરાતમાં પાવાગઢ ડુંગરેથી આકાશમાં અદ્દભૂત ખગોળીય ઘટના જોવા મળી છે. જેમાં ચંદ્ર -શુક્ર-ગુરુ ત્રણે ગ્રહો એક જ સીધી લાઈનમાં સંરેખિત થયા છે. 

ત્રણે ગ્રહો આટલી નજીકથી એક જ સીધી લાઈનમાં જોવા મળ્યા હોય તેવી જવલ્લે જ જોવા મળતી ઘટનાના કારણે ખગોળપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શક્તિપીઠ પાવગઢ ડુંગરથી આ અદ્દભુત આકાશી ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આકાશી ઘટનાનો અદ્દભુત વીડિયો પાવાગઢ ડુંગરેથી કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આકાશ દર્શનના રસીકો માટે શિયાળો અને ઉનાળો એટલે તારાઓ, ગ્રહો અને નક્ષત્રો જોવાનો સૌથી ઉત્તમ સમય. આ દરમિયાન તારાઓની વધુ ચમક આપે છે. શિયાળામાં મૃગશીર્ષ, શર્મિષ્ઠા અને સપ્તર્ષિ જેવા તારાજૂથો આકાશમાં ચમકતા હોય છે. આ સમયગાળામાં આપણને ઘણી ખગોળીય ઘટના પણ જોવા મળશે. જેમાં નરી આંખે શુક્ર, ગુરુ, મંગળ અને અમુક તારાજૂથો સરળતાથી જોઈ શકાય છે. 

શુક્ર અને ગુરુ પૃથ્વી પરથી દેખાતા સૌથી તેજસ્વી ગ્રહો છે. 20 ફેબ્રુઆરી અને માર્ચ સુધી સૂર્યાસ્ત પછી પશ્ચિમમાં એકબીજાની નજીક સરળતાથી જોઈ શકાય છે. શુક્ર એ તેજસ્વી ગ્રહ છે. પશ્વિમ દિશામાં સંધ્યાકાળ પછી જ્યાં સુરજ આથમ્યા બાદ બે મોટા તારા દેખાય તે ગ્રહ શુક્ર અને ગુરુ હોય છે. હાલ આ બન્ને ગ્રહોની જોડી એકબીજાથી ધીમેધીમે નજીક આવી રહી છે અને બન્ને ગ્રહો સૌથી વધુ નજીક 1લી માર્ચના રોજ શુક્ર આકાશના ગુંબજ પર ગુરુથી 0.5 ડિગ્રી પસાર કરશે તે એક અદ્ભુત દ્રશ્ય હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More