Home> Gujarat
Advertisement
Prev
Next

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ આજે પરત આવશે, ગુજરાત સરકાર તમામને વતન સુધી પહોંચાડશે

indian in ukraine : આજે ભારતીયો દેશમાં હેમખેમ વતન પરત આવશે અને ભારત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ આજે પરત આવશે, ગુજરાત સરકાર તમામને વતન સુધી પહોંચાડશે

ઝી મીડિયા/બ્યૂરો :યુક્રેનમાં ફસાયેલ ભારતીયોને પરત લાવવા કેન્દ્ર સરકાર સજ્જ બની છે. આજે એર ઈન્ડિયાના 4 પ્લેનમાં ભારતીયો પરત ફરશે. દિલ્હીથી 2 વિમાન ભારતીયોને પરત લેવા જશે. એક પ્લેન રોમાનિયા અને એક પ્લેન હંગરીમાં જશે. એક વિમાન મુંબઈથી રોમાનિયા ભારતીયોને લેવા જશે. ત્યારે આજે એર ઈન્ડિયાના 4 પ્લેન ભારતથી રવાના કરાયા છે. આ પહેલાં ભારતીય રેસ્ક્યૂ ટીમ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી ગઈ, જ્યાંથી યુક્રેનની રાજધાની કીવનું અંતર ફક્ત 12 કલાક છે. આ ભારતીય રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને વિમાન સુધી પહોંચાડવામાં મદદ કરશે. ત્યારે ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકોને પરત આવવાની આશા જાગી છે. 

યુક્રેનથી વિદ્યાર્થીઓ વિશેષ વિમાનમાં ભારત પહોંચશે. આજે સાંજે 4 કલાકે વિદ્યાર્થીઓને લઈને આવનાર પ્લેન મુંબઈ એરપોર્ટ પહોંચશે. ત્યારે મુંબઈથી ગુજરાત લાવવાની તમામ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. મુંબઈ એરપોર્ટથી રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાત લાવવામા આવશે. આ માટે વિદ્યાર્થીઓને લાવવા GSRTC ની 2 વોલ્વો બસ મુંબઈ મોકલાઈ છે. યુક્રેનમાં ફસાયેલ લોકોને પરત લાવવા સરકાર મક્કમ બની છે. વિદ્યાર્થીઓને સલામત રીતે પોતાના વતન સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને લઈ ટ્વીટ કર્યુ છે. 

આ પણ વાંચો : યુક્રેનમાં ફસાયેલા ખેડાના યુવકે વીડિયો બનાવી મદદ માંગી, કહ્યું-અમારી પાસે રૂપિયા નથી, 30 કિમી ચાલીને આવ્યા

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સજ્જ છે. આજે ભારતીયો દેશમાં હેમખેમ વતન પરત આવશે અને ભારત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દિલ્હી અને મુંબઇથી વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર અને મુંબઈમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More