Home> Gujarat
Advertisement
Prev
Next

CEGR દ્વારા જીટીયુ જીસેટને 'બેસ્ટ એન્જિનિયરીંગ કૉલેજ ઈન વેસ્ટ ઈન્ડિયાનો' એવોર્ડ એનાયત

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના હસ્તે સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ રીસર્ચ (CEGR) દ્વારા જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીને (જીસેટ) વર્ષ-2022 માટે વેસ્ટ ઈન્ડિયાની શ્રેષ્ઠ એન્જિનિયરીંગ કૉલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

CEGR દ્વારા જીટીયુ જીસેટને 'બેસ્ટ એન્જિનિયરીંગ કૉલેજ ઈન વેસ્ટ ઈન્ડિયાનો' એવોર્ડ એનાયત

અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર તેમજ ઈનોવેશન, સ્ટાર્ટઅપ કે પછી ડિજીટલાઈઝેશન જેવા મહત્વના વિષયો પર હમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત હોય છે. જેના પરિણામ સ્વરૂપે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના હસ્તે સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ રીસર્ચ (CEGR) દ્વારા જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીને (જીસેટ) વર્ષ-2022 માટે વેસ્ટ ઈન્ડિયાની શ્રેષ્ઠ એન્જિનિયરીંગ કૉલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા જીટીયુના તમામ કર્મચારીઓને આ સંદર્ભે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ યુનિવર્સિટી તરીકે જીટીયુ ખરા અર્થમાં પ્રસ્થાપિત થયેલી છે. ઈમર્જિંગ એરીયાના વિવિધ કોર્સ ઈનોવેશન અને રીસર્ચ સંબધીત અદ્યતન સવલતોના ફળ સ્વરૂપે આ એવોર્ડ જીટીયુ જીસેટને મળ્યો છે. જીટીયુ વતી આ એવોર્ડ જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ડી, પંચાલ દ્વારા સ્વિકારવામાં આવ્યો હતો.

fallbacks

જીટીયુ - જીસેટ ખાતે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેશનલાઈઝેશન કલ્ચર, આઈ-ટી બેઝ્ડ તમામ પ્રકારની ડિજીટલાઈઝેશન સિસ્ટમ, સ્ટાર્ટઅપ અને ઈન્ક્યુબેશન સેન્ટર, સેન્ટર ફોર એક્સલેન્સ, સુપર કૉમ્યુટરની સુવિધા આ ઉપરાંત બ્લ્યૂ પ્રિઝમ, એમેઝોન વેબ સર્વિસ, પોલો અલ્ટો જેવા ઈમર્જિંગ એરીયામાં ચલાવવામાં આવતાં શોર્ટ-ટર્મ ઓનલાઈન કોર્સિસ તેમજ સાયબર સિક્યોરીટી, ઈન્ટરનેટ ઑફ થીંગ્સ, ડેટા સાયન્સ, આર્ટીફિશ્યિલ ઈન્ટેલિજન્સ, મોબાઈલ કૉમ્યુનિકેશન એન્ડ નેટવર્ક ટેક્નોલોજી જેવા પીજી કોર્સ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને CEGR દ્વારા જીટીયુ જીસેટની પસંદગી કરાઈ છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More