Home> Gujarat
Advertisement
Prev
Next

કોલેજના અધ્યાપકો માટે સૌથી મોટા ખુશખબર! ગુજરાત સરકારે જાહેર કર્યો પગાર વધારો

અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, આ સાથે જ સરકારે ફિક્સ પગારમાં રહેલા અધ્યાપકોનો પગાર 52 હજાર કરવામાં આવ્યો છે.

કોલેજના અધ્યાપકો માટે સૌથી મોટા ખુશખબર! ગુજરાત સરકારે જાહેર કર્યો પગાર વધારો

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરીયાએ અનુદાનિત કોલેજોના અધ્યાપકોને લઈ મોટી જાહેરાત કરી છે. અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, આ સાથે જ સરકારે ફિક્સ પગારમાં રહેલા અધ્યાપકોનો પગાર 52 હજાર કરવામાં આવ્યો છે

પ્રફૂલ પાનશેરીયાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને 30% જેટલો પગાર વધારાનો લાભનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજરત અધ્યાપક સહાયકોને માસિક રૂ.52,000 મળશે.

મંત્રી પ્રફૂલ પાનશેરીયા ટ્વીટ કરી જણાવ્યું છે કે, અધ્યાપકોને 30 ટકા વધારો આપી રૂપિયા 52 હજાર કરવામાં આવ્યો છે, તેમજ રાજ્ય સરકાર દ્વારા ઠરાવની તારીખથી લાભ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More