Home> Gujarat
Advertisement
Prev
Next

સિનેમા ઘરો, મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશીયમ માટે સરકારનો મોટો નિર્ણય, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

રાજ્ય સરકારે કોરોના કાળમાં બંધ રહેલા સિનેમાઘર, જીમ અને મલ્ટીપ્લેક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. 

સિનેમા ઘરો, મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશીયમ માટે સરકારનો મોટો નિર્ણય, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કહેરને લીધે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સિનેમાઘર, મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશીયમ બંધ છે. રાજ્ય સરકારના પ્રતિબંધોને કારણે હાલ આ તમામ વસ્તુઓ ઘણા સમયથી બંધ છે. તેવામાં રાજ્ય સરકારે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતા મહત્વનો નિર્ણય લીધો છે. 

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓને AMC નું વધુ એક નવું નજરાણું, અહીં પક્ષીઓના કલરવ સાથે કુદરતી વાતાવરણનો થશે અનુભવ

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ રાજ્યના સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More