Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની સીધી ભરતી

નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓમાં માત્ર ૧૫ થી ૨૦ ટકા ભરાય છે, બીજી તરફ લાખો યુવાનો સરકારની નોકરીઓમાં તકની રાહ જોઈને બેસી રહે છે. ત્યારે ભરતીમાં તક મળે એવી આશા છે.

ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની સીધી ભરતી

ઝી બ્યૂરો, અમદાવાદઃ સરકારના ઘણાં એવા વિભાગો છે જેમાંથી કર્મચારીઓ નિવૃત્ત તો થાય છે, પણ તેની સામે નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. એ કારણસર આ વિભાગોમાં કામનું ભારણ વધે છે. ત્યારે અહીં વાત થઈ રહી છે ગુજરાત સરકારના પંચાયત વિભાગની. રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓની ઘટ છે. જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી બે વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગમાં 10 હજાર લોકોની ભરતી કરાશે.

આ પણ ખાસ વાંચોઃ  ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગઆ પણ ખાસ વાંચોઃ  Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
આ પણ ખાસ વાંચોઃ  25 વર્ષ સુધી વિજળી વિના ચાલશે AC! અપનાવો આ સૌથી સરળ ટ્રિક
આ પણ ખાસ વાંચોઃ  iPhone 15 અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો! કરોડો યુઝર્સને પડી જશે મોજ

ગુજરાતના વિવિધ વિભાગોમાં હજારો ખાલી જગ્યાઓ પૂરવા માટે રાજ્ય સરકાર તરફથી થઇ રહેલી જાહેરાત અન્વયે પંચાયત વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પૂરવા માટે બે વર્ષમાં ૧૦,૦૦૦ કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ રાજ્યના ગૃહ વિભાગમાં ૭૦૦૦ જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી.

૧૭૬૦ જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને નિમણક પત્રો એનાયત થયાના કાર્યક્રમમાં પંચાયત મંત્રીએ આ પ્રકારની જાહેરાત કરી હતી. જેને કારણે સરકારી નોકરી વાંચ્છુક યુવાનો માટે એક મોટી તક ઉભી થઈ છે. મહાત્મા મંદિરમાં ૧૭૬૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમમાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રીએ કહ્યું હતું કે અમારા વિભાગમાં ખાલી પડેલી જગ્યાએ ભરતી કરવા માટેની યાદી બનાવવામાં આવી છે, જેના આધારે બે વર્ષમાં નિયત કરેલી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરાશે.

આ પણ ખાસ વાંચોઃ  લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ  કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો
આ પણ ખાસ વાંચોઃ  ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ!
આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!

ઉલ્લેખનીય છેકે, ગાંધીનગરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી નિમણૂક પામેલા હેલ્થ વર્કરને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પંચાયત વિભાગમાં ૧૫૦૦૦ કર્મચારીઓની ભરતી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે જે પૈકી બે વર્ષમાં તબક્કાવાર ૧૦ હજારની ભરતી કરવામાં આવશે.

સરકારના કયા કયા વિભાગોમાં જગ્યાઓ ખાલી છે?
રાજ્યના વિભાગો જેવાં કે ગૃહ, શિક્ષણ, આરોગ્ય, સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, પંચાયત, કાયદો અને ન્યાય, ઉદ્યોગ, સામાજીક ન્યાય, ઊર્જા, નાણાં, વન અને પર્યાવરણ તેમજ માર્ગ-મકાનમાં હજારો જગ્યા ખાલી છે. પ્રતિવર્ષ ૧૩૦૦૦ થી | ૧૬૦૦૦ કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે જેની સામે ભરતીનું પ્રમાણ માત્ર ૧૫ થી ૨૦ ટકા છે, પરિણામે મોટાભાગની જગ્યાઓ ખાલી પડે છે.

આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ  પીરિયડમાં કેમ થાય છે વધારે મન? આ સમયે સેક્સ કરાય કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચોઃ  
બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત'આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More