Home> Gujarat
Advertisement
Prev
Next

સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમના નામે દંડ લઇ રહી છે: પરેશ ધાનાણી

કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ 2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનણી દ્વારા વિરોધ કરીને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આવી મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરવામાં આવી રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ નવા નિયમના ભંગના નામે દંડ લઈ રહી છે. 

સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમના નામે દંડ લઇ રહી છે: પરેશ ધાનાણી

ઉદય રંજન/અમદાવાદ: કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ 2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનણી દ્વારા વિરોધ કરીને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આવી મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરવામાં આવી રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ નવા નિયમના ભંગના નામે દંડ લઈ રહી છે. 

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે,  આવા રોડ રસ્તા વચ્ચે વાહન ફેરવું મુશ્કેલ બની રહ્યું છે અને જંગી દંડનો વધારો થયો છે, જેને સંપૂર્ણપણે રદ કરવામાં આવે તથા ટોલટેક્ષ બંધ કરવામાં આવે, શહેરમાં પૂરતા પાર્કિંગની વ્યવસ્થાના થાય ત્યાં સુધી આ નિયમ લાગુ કરવામાં ન આવે. પરેશ ધાનણીએ વધુમાં જણાવ્યું કે, નબળા રોડ રસ્તા માટેના જવાબદાર અધિકારીઓ પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર પર માગ કરી હતી.

સુરત: લુખ્ખા તત્વોએ જાહેરમાં ‘તલવાર વડે કેક કાપી’ જન્મ દિવસની કરી ઉજવણી

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આડેઘડ લેવામાં આવેલા નિર્ણયથી રાજ્યની અને દેશની જનતાને મંદીમાં પણ મસમોટા મેમા ભરવા પડી રહ્યા છે. તથા પાર્ટીમના કાર્યક્રમોમાં ઉપયોગમાં થતા સરકારી વાહનોના ઉપયોગને બંધ કરવાની પણ માગ કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાટે સિગ્નલોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. રસ્તાઓ પર પડેલા ખાડાઓને સુધારવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. સરકારી કાર્યક્રમનો ખર્ચ લોકો પાસે દંડના સ્વરૂપે લેવામાં આવી રહ્યો છે.

લાચાર ચોર!! વતન જવા માટે ટિકીટના રૂપિયા ન હોવાથી યુવકે સુરતના કારખાનામાં ચોરી કરી

ભારત સરકારના વાહન વ્યવહારના મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર દ્વારા અમલમાં કરવામાં આવેલા નિયમો કોઇ પણ રાજ્ય ઘટડી શકે નહિ છતાં પણ ભાજપ સરકારા આવનારી પેટા ચૂંટણીને ધ્યાને રાખીને કાયદાની અમલવારી મૌકુફ રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ટ્રાફિકના નવા નિયમોને અમલવારી માટે મિસકોલ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા સિગ્નેચર કેમ્પેઇન શરૂ કરવામાં આવશે.

 જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More