Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની 7 અને રાજકોટની 2 ટીપીને મળી રાજ્ય સરકારની મંજૂરી

અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 43 ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે, જેમાં રસ્તા-આંતરમાળખાકીય સુવિધાઓના ઝડપી અમલીકરણ માટે સરકાર દ્વારા સત્તામંડળોને વિશેષ સુચના આપવામાં આવી છે, અમદાવાદની 5 ટીપી સ્કીમમાં 1 હજાર કરોડના કામો થશે 

અમદાવાદની 7 અને રાજકોટની 2 ટીપીને મળી રાજ્ય સરકારની મંજૂરી

હિતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શહેરી વિકાસના આયોજનને વધુ ગતિ આપવા માટે અમદાવાદ શહેરની 7 અને રાજકોટ શહેરની 2 ટીપી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં 5 ટ્રાફ્ટ અને 2 ફાઈનલ ટીપી સ્કીમને મંજુરી અપાઈ છે, જ્યારે રાજકોટ શહેરની એક પ્રારંભિક અને એક ફાઈનલ ટીપી સ્કીમને મંજૂરી પાઈ છે. આ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થવાને કારણે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણકાર્યની સાથે જ આંતર-માળખાકીય સુવિધાઓમાં ઝડપી વધારો થશે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેલ્લા એક વર્ષમાં માત્ર અમદાવાદ શહેરની જ કુલ 43 ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજૂરી આપી હતી. જેના કારણે શહેરના 3000 હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં શહેરી આયોજનને એક માળખાકીય ઓપ મળ્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ TPO/CTP વિભાગને બાકી રહેતી TP પણ તાત્કાલિક રીતે પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં TPનો વિલંબ બાધારૂપ ન બને તેવા દિશા-નિર્દેશ આપ્યા હતા. 

આનંદો અમદાવાદી, માર્ચ મહિનાથી શહેરમાં દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન

અમદાવાદની મંજૂર થયેલી ટીપી સ્કીમ 
(1) 454(હંસપુરા), (2) 505 (કઠવાડા), (3) 243 (રણાસણ-મુઠીયા-ચિલોડા), (4) 416/A (વસ્ત્રાલ), (5) 117 (કઠવાડા) 

રાજકોટની મંજૂર થયેલી ટીપી સ્કીમ 
(1) TP 20 ( નાના મવા), (2) TP 10 (નાના મવા-ફાઈનલ)

17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ

અમદાવાદને થનારો ફાયદો
અમદાવાદ શહેરની 115 હેક્ટર્સ જેટલી જમીન રસ્તાઓ માટે અને આશરે 152.48 હેક્ટર જેટલી જમીન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ, આર્થિક-સામાજિક વર્ગના લોકોના રહેણાંક અને વાણિજ્ય રહેણાંકના પ્લોટ પાડવા માટે પ્રાપ્ત થશે. EWS આવાસો માટે 3.73 લાખ ચોરસ મીટર જેટલી જમીન પ્રાપ્ત થશે. 

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More