Home> Gujarat
Advertisement
Prev
Next

હવે ગુજરાતીઓને પડશે મોજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ગુજરાતમાં આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ

National Maritime Heritage Complex : લોથલમાં ૪,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ બનશે. આખો પ્રોજેક્ટ ભારતનો 5000 વર્ષ જૂનો ઇતિહાસ બતાવશે.. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે તેના કાર્યની સમીક્ષા કરી
 

હવે ગુજરાતીઓને પડશે મોજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ગુજરાતમાં આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ

Gujarat Tourism હિતેન વિઠલાણી/અમદાવાદ : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા લોથલ ખાતે બનનારા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. હેરીટેજ સાઈટ લોથલ ખાતે નિર્માણ પામનાર નેશનલ મેરીટાઈમ હેરીટેજ કોમ્પ્લેક્ષનું સ્થળ નિરીક્ષણ કરી ત્યારબાદ અધિકારીઓ સાથે નેશનલ મેરીટાઈમ હેરીટેજ કોમ્પ્લેક્સ ખાતે થયેલા કાર્યની સમીક્ષા બેઠક કરી હતી. લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ નિર્માણ પામશે. ગુજરાતીઓને આગામી સમયમાં વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ મ્યુઝિયમની ભેટ મળશે. લોથલ ખાતે વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ અને અંડર વોટર મારું મ્યુઝિયમનો 4500 કરોડનો પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. જે માત્ર ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને જ નહિ પરંતુ દેશના મજબૂત દરિયાઇ ઇતિહાસ અને જીવંત દરિયાકાંઠાની પરંપરાને પણ પ્રદર્શિત કરશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થશે. સાથે જ ગુજરાતનું ટુરિઝમ પણ વિકસશે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે, લોથલમાં ૪,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ બનશે. આખો પ્રોજેક્ટ ભારતનો 5000 વર્ષ જૂનો ઇતિહાસ બતાવશે. દુનિયાને મેરીટાઈમનો ઈતિહાસ જાણવામાં મદદ કરશે, 5000 વર્ષ પહેલાં ભારતમાં સમુદ્રી વેપાર કેવો થતો હતો તે બતાવશે. 5000 વર્ષ જૂનું લોથલ ઉભુ કરાશે, લોકો જ્યારે આવશે ત્યારે તેમને ૩ દિવસમાં આ સમગ્ર પરિસર જોવામાં જશે અને અહીંયા આવવાવાળા તમામ લોકોએ 5000 વર્ષ જૂના કપડાં જ પહેરવાના રહેશે. તે સમયે ઉપયોગમાં આવનાર સિક્કા અને રૂપિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે.

અમદાવાદની હોટલમા થઈ પરિણીતાની છેડતી, પતિ નાસ્તો લેવા ગયો ને બારીમાથી આવ્યો યુવક

તેમણે કહ્યું કે, સમુદ્ર સાથે જોડાયેલા ભારતના 12 રાજ્યોનો અલગ અલગ ઇતિહાસ છે. એ તમામ ઇતિહાસને અહીં દર્શાવવામાં આવશે. તમામ કૉસ્ટલ રાજ્યો તરફથી ગેલેરી બનાવાશે. નેવી અને એરફોર્સની ગેલેરી બનશે. દુનિયાનું સૌથી ઊંચું 77 મીટર લાંબુ લાઇટ હાઉસ બનશે. જે અહીંથી ૮૦ કિમી દૂર અમદાવાદ સુધી પ્રકાશ પાડશે. Statue of unity પછી ગુજરાતમાં બીજી સૌથી મોટી ટુરિસ્ટ સ્પોટ બની રહેશે. આ વ્યવસ્થા ટુરિઝમ અને રિસર્ચ હેતુથી દુનિયા અને દેશ માટે મહત્વપૂર્ણ રહેશે. ફેસ-1 ને જાન્યુઆરી અંત સુધીમાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. જ્યારે કે, સંપૂર્ણ પ્રોજેક્ટને અલગ અલગ ફેઝમાં બનાવવામાં આવશે. જેને બનાવવામાં 5 વર્ષનો સમય લાગશે. હડપ્પા સમયનું રેક્રિયેશન કરવામાં આવશે. હાલ સંપૂર્ણ પ્રોજેક્ટ 4500 કરોડ રૂપિયામાં બનશે. 

સરકાર ગુજરાતીઓને ટકાઉ બ્રિજ આપી નથી શકતી : પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More