Home> Gujarat
Advertisement
Prev
Next

ગોપાલ ઇટાલિયા આપમાં જોડાયા, ગુજરાતમાં યુવાઓના ભરોસે 7 વર્ષ બાદ ફરી AAP પાર્ટી થશે સક્રિય

ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી છે. પણ શું ખરેખર ગોપાલ ઝાડુ થી સાફ સફાઈ કરી શકશે કે ઝાડુ સાથે પોતે સાફ થશે એ સવાલ સૌથી મોટો ઉભો થયો છે કારણકે ગુજરાતમાં કદી ત્રીજી પાર્ટીને મહત્વ મળ્યું નથી અને તે ગુજરાત ની રાજનીતિમાં સફળ પણ નથી થઈ. 

ગોપાલ ઇટાલિયા આપમાં જોડાયા, ગુજરાતમાં યુવાઓના ભરોસે 7 વર્ષ બાદ ફરી AAP પાર્ટી થશે સક્રિય

હિતેન વિઠલાણી, દિલ્હી: ગુજરાત ની રાજનીતિમાં 2013 માં પગલું ભરનાર આમ આદમી પાર્ટી જેણે અરવિંદ કેજરીવાલ ના નામ અને ચહેરા ને આગળ કરી દિલ્હીમાં તો ત્રણ વાર સરકાર બનાવી પણ દિલ્હી ની બહાર પંજાબ સિવાય અન્ય કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ ઉભું કરી શકી નથી. એવામાં  7 વર્ષ બાદ આમ આદમી પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં સક્રિય થવાના પ્રયાસ માં જોવા મળી રહી છે. અને તેના જ ભાગ રૂપે 2017 માં વિધાનસભા ની કાર્યવાહી દરમ્યાન ગુજરાત સરકારમાં કલાર્કની નૌકરી કરનાર યુવકે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું જેને હવે ઝાડુ પકડી ને ગુજરાત સાફ કરવાનો નિર્ણય લીધો છે.

ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી છે. પણ શું ખરેખર ગોપાલ ઝાડુ થી સાફ સફાઈ કરી શકશે કે ઝાડુ સાથે પોતે સાફ થશે એ સવાલ સૌથી મોટો ઉભો થયો છે કારણકે ગુજરાતમાં કદી ત્રીજી પાર્ટીને મહત્વ મળ્યું નથી અને તે ગુજરાત ની રાજનીતિમાં સફળ પણ નથી થઈ. 

2017માં પ્રથમ પોતાને પોલીસ કોન્સ્ટેબલ બતાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પોતાનો ઓડિયો વાયરલ કરી વિવાદ સર્જ્યો હતો તો ત્યારબાદ વિધાનસભા ગૃહમાં મીડિયા ને સંબોધી રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકી ને વિવાદ સર્જનાર ગોપાલ ઇટાલિયા જે હાર્દિક પટેલ સાથે પાસ ના પાટીદાર અનામત આંદોલન માં પણ જોડાયા હતા અને  ત્યારબાદ હવે પોતાનું રાજકીય સફર ની પણ શુરુઆત કરી રહ્યા છે.

રાજકીય સફરની શરૂઆત જ આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઉપાધ્યક્ષ ના પદ મેળવવા ની સાથે કરી રહ્યા છે. તો સાથે જ લાખો બેરોજગાર યુવાને ન્યાય અપાવવાની સાથે આપ ગુજરાતમાં જોડીને તેમને રાજનેતા બનાવવાની પણ વાત કરી રહ્યા છે. આપમાં જોડાતા વખતે જ્યારે ઝી 24 કલાકે પૂછ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો કોઈ ચેહરો હશે કે કેમ તો કહ્યું કે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે હેરાન થતા વાલીઓ, બાળકો અને સરકારી નૌકરી માટે અનેક પ્રકારના યુવાઓ જે આંદોલન કરી રહ્યા છે તે જ યુવા આમ આદમી પાર્ટીનો ચેહરો હશે. તો સાથે જ કહ્યું કે એક ભ્રમ ગુજરાતમાં બીજેપી અને કૉંગ્રેસની મિલીભગત એ અન્ય કોઈ પાર્ટીને આગળ વધવા નથી દીધી. તો સાથે જ એક ભ્રમ ઉભો કર્યો છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી સફળ થતી નથી.

તો જ્યારે દિલ્હીની આપ સરકારના મંત્રી અને ગુજરાતના પ્રભારી ગોપાલ રાયને પૂછવામાં આવ્યું કે 2013માં આપ નો જન્મ ગુજરાતમાં થયો પણ અત્યાર સુધી કોઈ ફાયદો થયો નથી તો સાત વર્ષ બાદ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અને 2022 ની વિધાનસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતરી રહ્યા છો તો આ વખતે કેટલી આશા છે? તો તેમને કહ્યું કે ગુજરાતમાં હાલ એવો સમય છે કે કોઈ થર્ડ ફ્રન્ટ નો સવાલ જ નથી પક્ષ અને વિપક્ષ બંને સાથે મળી ને કામ કરી રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય આગળ કઈ પાર્ટીમાં હશે તે નહીં ખબર અને ભાજપના ધારાસભ્ય કઈ પાર્ટીમાં હશે તેની પણ કોઈને ખબર નહીં બંને સાથે મળી ને કામ કરી રહ્યા છે અને એના કારણે ગુજરાતમાં પ્રજાનું કોઈ કામ થઈ રહ્યું નથી. જેથી આમ આદમી પાર્ટી વગર કોઈ ગઠબંધનના ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી લડશે અને 70 ટકા ટીકીટ એવા યુવકોને આપવામાં આવશે જે પક્ષ અને વિપક્ષની કામગીરીથી હેરાન છે. તો સાથે જ 1 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સંગઠન ના નવા માળખાને બનાવીને તેની પણ જાહેરાત કરાશે. જેથી લોકોના મુદ્દે આગામી દિવસે રસ્તા પર ઉતરીને આંદોલન કરી શકાય.

2017માં કંઈક આ જ  વાત શરદ પવારની એનસીપી પાર્ટી પણ કહી રહી હતી પણ કોઈ ખાસી સફળતા મળી નહીં અને એનસીપી નો સાથ આપનાર પૂર્વ વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ એનસીપીનો સાથ છોડી પોતાના સંગઠનની સ્થાપના કરી. ત્યારબાદ દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને મળેલી જંગી બહુમતી બાદ આમ આદમી પાર્ટીએ ફરી એકવાર ગુજરાતમાં ભાજપને માત આપવાની તૈયારીઓ કરી. પણ જે પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષને કોઈ ઓળખતું ના હોય અને સંગઠનના કોઈ ધડા ના હોય અને એ એક રાજ્યમાં પોતાનું વર્ચસ્વ ઉભું કરવાની વાત કરે એ કેટલા હદ સુધી સફળ થશે. 

એ તો આવનારો સમય જ બતાવશે પણ અત્યારે તો એક વાત સાફ થઈ ચૂકી છે કે ગુજરાતમાં આવનારી ચૂંટણીઓમાં ફરી 2017 જેવો માહોલ નક્કી જ જોવા મળશે. કારણકે આમ આદમી પાર્ટી ભલે કે કે ગુજરાત ની પ્રજા તેમનો ચેહરો રહેશે પણ તે અરવિંદ કેજરીવાલ ના ચેહરાને આગળ વધારીને દિલ્હીની જેમ ભાજપને માત આપવાની તૈયારીઓ કરી રહી છે. જેથી ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર રાષ્ટ્રીય નેતાઓ માટે ગુજરાત એક પર્યટક સ્થળ બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More