Home> Gujarat
Advertisement
Prev
Next

ખુશખબરી...આગામી 5 વર્ષમાં ગુજરાતમાં હજારો લોકોને મળશે જોબ, દેશની પાંચમી સૌથી IT કંપનીએ કરી જાહેરાત

Job In Gujarat: આગામી 5 વર્ષમાં 3 હજારથી વધુ આઇટી નિષ્ણાંતોની ભરતીના લક્ષ્ય સાથે, કંપની રાજ્યમાં તેની કામગીરીનું વિસ્તરણ કરશે. ડિજીટલ ટ્રાન્સફોર્મેશન, કન્સલ્ટિંગ તેમજ બિઝનેસ રિએન્જિનિયરિંગ અને સોલ્યુશન્સ ક્ષેત્રે, ટેક મહિન્દ્રા એક જાણીતી કંપની છે. 

ખુશખબરી...આગામી 5 વર્ષમાં ગુજરાતમાં હજારો લોકોને મળશે જોબ, દેશની પાંચમી સૌથી IT કંપનીએ કરી જાહેરાત

Job In Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ડિજીટલ ઇન્ડિયા મિશનને આગળ લઇ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે દિશામાં આગળ વધતા, ગુજરાત સરકારે વધુ પ્રોત્સાહનો અને ઉદ્યોગો માટે સાનુકૂળ જોગવાઇઓ સાથે  IT/ITes પોલિસી (2022-27) જાહેર કરી છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત IT/ITeS પોલિસી (2022-27)ના લીધે રાજ્યમાં ડિજિટલ ઈનોવેશનને વેગ મળ્યો છે, અને હવે ડિજિટલાઈઝેશનની ક્ષમતાને બહાર લાવવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોને સશક્ત બનાવવાની દિશામાં કામગીરી થઇ રહી છે. તે રાજ્યની અર્થવ્યવસ્થામાં અભિવૃદ્ધિ કરશે. 

ઉપરાંત, સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના માનનીય મંત્રી જીતુભાઈ વાઘાણીએ રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી એમ્પલોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ્સ (EGI) અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જેવા અનન્ય અને સક્ષમ પ્રોત્સાહનો મળ્યા છે. આઇટી ક્ષેત્રમાં રોકાણને લગતી પોલિસીમાં પ્રથમ વખત આ પોલિસી CAPEX-OPEX મોડલનો એક નવીન ખ્યાલ પણ રજૂ કરે છે.

ગુજરાતમાં આઇટી પોલિસી લાગૂ થયા બાદ મોટાપાયે રોકાણ માટે કંપનીઓ આગળ આવી રહી છે. પોલિસી લાગૂ થયાના પહેલા સાત મહિનામાં જ ગુજરાત સરકારે 15 અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક આઇટી કંપનીઓ સાથે એમઓયુ સાઇન કર્યા છે. તેના દ્વારા લગભગ 26,750 જેટલી ઉચ્ચ દરજ્જાની આઇટી રોજગારીની તકો પેદા થશે. આ આંકડા આઇટી ક્ષેત્રના વિકાસ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. 

'મારા માટે રાજકોટ સત્તાકારણ અને રાજકારણની પહેલી પાઠશાળા હતી': PM Modi

રાજ્યમાં અદ્યતન ડિજીટીલ એન્જિનિયરિંગ સેવાઓ આપવા માટે ટેક મહિન્દ્રાએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા છે. આગામી 5 વર્ષમાં 3 હજારથી વધુ આઇટી નિષ્ણાંતોની ભરતીના લક્ષ્ય સાથે, કંપની રાજ્યમાં તેની કામગીરીનું વિસ્તરણ કરશે. ડિજીટલ ટ્રાન્સફોર્મેશન, કન્સલ્ટિંગ તેમજ બિઝનેસ રિએન્જિનિયરિંગ અને સોલ્યુશન્સ ક્ષેત્રે, ટેક મહિન્દ્રા એક જાણીતી કંપની છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, “આટલા વર્ષોમાં ગુજરાત વિપુલ પ્રમાણમાં વિકાસની તકો ઉપલબ્ધ કરાવતા રાજ્ય તરીકે ઉભર્યું છે. વ્યવસાયોને ટેકો આપવા અને રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સ્થિતિને સુધારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેને અનુરૂપ, ટેક મહિન્દ્રા સાથેના આ એમઓયુ આ સ્થિતિને સક્ષમ કરવામાં મદદ કરવાની સાથે શહેરના સર્વાંગી વિકાસમાં પણ યોગદાન આપશે. અમને વિશ્વાસ છે કે ડિજીટલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં એક લીડર તરીકે, ટેક મહિન્દ્રા સુપિરિયર પ્રોડક્ટ્સને એન્જિનિયર કરવા માટે, આધુનિક એન્જિનિયરિંગને કેપિટલાઇઝ કરવા માટે તેમજ સમગ્ર કામગીરીમાં વિઝિબિલીટી, પ્રિડિક્ટેબિલિટી અને પ્રોડક્વિટી વધારવા માટે સરળ સાયબર-ફિઝિકલ ઇન્ટિગ્રેશનને સક્ષમ બનાવવા માટે એન્જિનિયરિંગ એન્ટરપ્રાઇઝિસ સાથે સહયોગ કરીને તેમનું મૂલ્ય અનેકગણું વધારી દેશે.”

સહયોગના ભાગરૂપે, ટેક મહિન્દ્રા ડિજિટલ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે વ્યવસાયોને વધુ સંલગ્ન અને સ્માર્ટ બનાવીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પડકારોના નિવારણ માટે સક્ષમ બનાવશે. તેના લીધે નવા ડિજીટલ ઉત્પાદો બનાવવામાં તેમને સહાયતા મળશે અને આવક માટેની નવી દિશાઓ ખુલશે. ટેક મહિન્દ્રાના એમડી અને સીઈઓ સીપી ગુરનાનીએ જણાવ્યું હતું કે, “એન્જિનિયરિંગની દુનિયા ઝડપથી બદલાતી એન્ટરપ્રાઈઝ એન્જિનિયરિંગની પ્રાથમિકતાઓ સાથે બદલાઈ રહી છે. 

PM Modi એ નામ લીધા વિના કર્યો પ્રહાર: કહ્યું, ગુજરાતને આંખ લાલ કરવાની જરૂર

પ્રાથમિકતાઓમાં આ પરિવર્તન માટેના કેટલાક કારણોમાં આધુનિક વિશ્વને સુસંગત ઉત્પાદનો અને સેવાઓનું નિર્માણ કરવું, ઇનોવેશન્સ સાથે ક્ષેત્રનું નેતૃત્વ કરવું અને ડિસરપ્ટિવ ટેક્નોલોજીનો લાભ લેવાનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર સાથેના અમારા આ એમઓયુ અમને આજની એન્ટરપ્રાઇઝની બદલાતી એન્જિનિયરિંગ જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ બનાવશે અને અત્યાધુનિક ડિજિટલ એન્જિનિયરિંગ સેવાઓ પહોંચાડવાની અમારી નેમ પૂરી કરવામાં મદદરૂપ થશે. 

અમે ગુજરાત સરકારના આભારી છીએ કે તેઓએ રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વાતાવરણને સુધારવા માટે સતત પ્રયાસો કર્યા છે, જેવા કે IT પોલિસીનું અમલીકરણ. અમારું માનવું છે કે આ પ્રયાસોથી ખરેખર તમામ ઔદ્યોગિક ક્ષેત્રોનો વિકાસ થયો છે. આ એમઓયુ રાજ્યમાં વિકાસને આગળ વધારવા માટે સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી તકનો લાભ ઉઠાવવામાં અમને મદદ કરશે જ, પરંતુ સાથે જ અમને સ્થાનિક પ્રતિભાઓ માટે રોજગારી પેદા કરવા તેમજ તેમને શીખવાની અને વિકાસ કરવાની તકો પૂરી પાડવા માટે પણ સક્ષમ બનાવશે.” 

રાજ્યમાં IT અને ITeS ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આ એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. આ કોલાબોરેશન ડિજિટલ એન્જિનિયરિંગ સહિત તમામ ઉદ્યોગોમાં ટેક્નોલોજી આધારિત પરિવર્તનને આગળ વધારશે. NXT.NOW™ ફ્રેમવર્ક, કે જેનો હેતુ 'માનવ કેન્દ્રિત અનુભવ' વધારવાનો છે, તેના ભાગરૂપે ટેક મહિન્દ્રા ઉભરતી ટેક્નોલોજી અને સોલ્યુશન્સમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સક્ષમ કરે છે અને ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. 

આ સંદર્ભે, ગુજરાત IT/ITeS 2022-27 પોલિસી હેઠળ વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા અને ગુજરાતની IT ઇકોસિસ્ટમના વિકાસને આગળ ધપાવવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં 18 ઓક્ટોબર, 2022ના રોજ MD અને CEO સીપી ગુરનાની અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા (IAS) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More