Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: ક્લીનીકલ ફાર્મા ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

દેશભરમાં ફાર્મા ક્ષેત્રે પોતાનું વિશેષ સ્થાન ધરાવતી અમદાવાદની એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસી દ્વારા ખાસ 6 વર્ષનો ફાર્મ-ડી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

અમદાવાદ: ક્લીનીકલ ફાર્મા ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: ક્લીનીકલ ફાર્મા ક્ષેત્રે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. દેશભરમાં ફાર્મા ક્ષેત્રે પોતાનું વિશેષ સ્થાન ધરાવતી અમદાવાદની એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસી દ્વારા ખાસ 6 વર્ષનો ફાર્મ-ડી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. કેડીલા, લાલભાઇ અને ટોરેન્ટ ગ્રુપના મોભીઓ અને અન્ય વિશેષ લોકોની ઉપસ્થીતીમાં યોજાયેલા કાર્યક્રમમાં રમણભાઇ પટેલ પોસ્ટ ગ્રેજ્યુએશન સેન્ટરને ખુલ્લુ મૂકવામાં આવ્યુ.

વાંચવા માટે ક્લિક કરો: અમદાવાદઃ નવરાત્રિમાં છેડતી કરનાર સામે પોલીસની લાલ આંખ, 141 રોમિયો ઝડપાયા

ફાર્માસ્યુટીકલ ઉદ્યોગ અને સમગ્ર હેલ્થકેર સેક્ટરમાં ઉમદા પ્રતિભાઓને તક મળે અને ક્લીનીકલ રિસર્ચ ક્ષેત્રે વ્યાપ વધે તે માટે રમણભાઇ પટેલ પોસ્ટ ગ્રેજ્યુએશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. અમદાલાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થપાયેલી એલએમ કોલેજ ઓફ ફાર્મસીના પ્રાંગણમાં જ આ અધ્યતન સ્ટડી સેન્ટર શરૂ કરાયુ છે. જેમાં ખાસ 6 વર્ષનો ફાર્મ-ડી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઝાયડસ કેડીલા ગ્રુપના ચેરમેન પંકજ પટેલ, લાલભાઇ ગ્રુપના અરવિંદભાઇ લાલભાઇ તથા ટોરેન્ટ ફાર્માના સુધિર મહેતા સહીતના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા. નવા શરૂ થયેલા કોર્સને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડીયા તથા એઆઇસીટીઇની પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડીઝની મંજૂરી મળી છે.

વાંચવા માટે ક્લિક કરો: સિંહોના મોત અંગે વિરોધ પક્ષે રૂપાણી સરકાર સામે કર્યા આકરા સવાલો

નોંધનીય છેકે આ અધ્યતન સ્ટડી અને રિસર્ચ સેન્ટરને કેન્દ્રીય નિતી આયોગ અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા ખાસ ફંડ પુરુ પાડવામાં આવ્યુ છે. જે ફાર્મા ક્ષેત્રે દેશનુ સૌપ્રથમ સેન્ટર છે. સાથે જ આ સેન્ટરમાં અટલ ઇનક્યુબેશન સેન્ટર પણ શરૂ કરાશે. અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેટેસ્ટ લેબોરેટરી, ક્લીનીકલ ટેસ્ટીંગ સહીતની તમામ ઉચ્ચ કક્ષાની સગવડો આ સેન્ટરમાં ઉભી કરવામાં આવી છે.

વાંચવા માટે ક્લિક કરો: સતત ભાવવધારાથી મળી રાહત, આજે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલો થયો ઘટાડો?

મહત્વનુ છેકે ફાર્મા ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે એકકથી એક મહાનુભાવો આપનારી આ કોલેજમાં શરૂ થઇ રહેલો કોર્સ અનેક વિદ્યાર્થીઓ માટે ઉજળી તક લઇને આવ્યો છે. ત્યારે ફાર્મા ક્ષેત્રે દેશમાં અનોખી ઓળખ ધરાવતા ગુજરાતની ક્લીનીકલ રિસર્ચ ક્ષેત્રે પણ આગવી ઓળખ બને તે નોંધનીય રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More