Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલના વરરાજા જાન લઇને પરણવા પહોંચ્યા, કર્યો હતો કંઇક આવો ડ્રેસઅપ

ગોંડલના વરરાજા માસ્ક પહેરેલ જાન લઇને પરણવા પહોચ્યા હતા. સ્વાઇન ફ્લૂની દહેશતના પગલે જાનૈયા અને માંડવીયા દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લઇને સર્વે મહેમાનોને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. વર્તમાન સમયે શરદી, ઉધરસ અને તાવની સાથે સ્વાઇન ફ્લૂની દહેશત વધી હોય તેમ ગોંડલના વરરાજા દ્વારા સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં લઇ સર્વેને માસ્ક પહેરાવી જાન જોડવામાં આવી હતી. અને આ ડ્રેસઅપ લગ્નના ફેરા ફરતી વખતે પણ યથાવત રાખવામાં આવ્યો હતો.

ગોંડલના વરરાજા જાન લઇને પરણવા પહોંચ્યા, કર્યો હતો કંઇક આવો ડ્રેસઅપ

રક્ષિત પંડ્યા, રાજકોટ: ગોંડલના વરરાજા માસ્ક પહેરેલ જાન લઇને પરણવા પહોચ્યા હતા. સ્વાઇન ફ્લૂની દહેશતના પગલે જાનૈયા અને માંડવીયા દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લઇને સર્વે મહેમાનોને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. વર્તમાન સમયે શરદી, ઉધરસ અને તાવની સાથે સ્વાઇન ફ્લૂની દહેશત વધી હોય તેમ ગોંડલના વરરાજા દ્વારા સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં લઇ સર્વેને માસ્ક પહેરાવી જાન જોડવામાં આવી હતી. અને આ ડ્રેસઅપ લગ્નના ફેરા ફરતી વખતે પણ યથાવત રાખવામાં આવ્યો હતો.

વધુમાં વાંચો: ગુજરાતમાં દારૂબંધી છતાં સૌથી વધુ વેચાય છે દારૂ, જાણો કયા શહેરમાં કેટલી આવક

fallbacks

શુભ કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થયા તે માટે ઇશ્વરને પ્રાથના કરવામાં આવતી હોય છે. ગોર મહારાજ દ્વારા નિર્વિઘ્ને કુરુમે દેવ, સર્વે કર્યે શું સર્વદાના મંત્રોચ્ચાર ભણવામાં આવતા હયો છે. જ્યારે લગ્ન પ્રસંગે વરવધુને નજરના લાગે તે માટે અનેક વિધિઓ પણ કરવામાં આવતી હયો છે. ત્યારે ગુંદાળા રોડ ઉપર રામેશ્વર પાર્કમાં રહેતા પ્રવિણભાઇ કમાણીના પુત્ર મિલનના લગ્ન જેતલસર મગનભાઇ ઠુમરની પુત્રી પુજા સાથે નિર્ધારિક થયા હતા. જાનૈયા અને માંડવીયાઓએ સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં લઇ સર્વે મહેમાનોને માસ્ક પહેરાવ્યા હતા. આ રીતના લગ્ન આકર્ષનું કેન્દ્ર બનવા પામ્યા હતા.

વધુમાં વાંચો: રાજ્યમાં આગ લાગવાની 5 ઘટના: ઈન્ડિયન બેંકના ATMમાં આગથી ધુમાડાના ગોટેગોટા

fallbacks

આ અનોખા લગ્નથી સર્વે મહેમાનો પણ પ્રભાવિત થયા હતા અને કહેવા લાગ્યા હતા કે, આરોગ્ય વિભાગ દ્વારા અનેક જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે કે, વધુ પડતી ભીડ હોય ત્યાં ન જવું પરંતુ લગ્ન પ્રસંગમાં તો સ્વાભાવિક બધા ઊભેગા થવાના જ છે. જાનૈયા અને માંડવીયાઓએ મહેમાનોને માસ્ક પહેરાવી એક ઉમદા કાર્ય કર્યું છે. આવી બીમારીના વાતાવરણમાં માસ્ક સહિત સાવચેતીના પગલાં ફરજીયાત હોવા જોઇએ તેવું અંતમાં જણમાવ્યું હતું.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More