Home> Gujarat
Advertisement
Prev
Next

કિશોરીને હતી વાળ ખાવાની બીમારી, તબીબોએ પેટમાંથી કાઢ્યો 78 સેન્ટીમીટરનો વાળનો ગુચ્છો

એલજી હોસ્પિટલમા એક અજીબ ઓપરેશનનો કિસ્સો સામે આવ્યો છે. એલજી હોસ્પિટલમાં એક 13 વર્ષની કિશોરીના પેટમાંથી 78 સેન્ટીમીટરનો વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો હતો. અઢી કલાકના ઓપરેશન બાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું. 

કિશોરીને હતી વાળ ખાવાની બીમારી, તબીબોએ પેટમાંથી કાઢ્યો 78 સેન્ટીમીટરનો વાળનો ગુચ્છો

ઝી મીડિયા/બ્યૂરો :એલજી હોસ્પિટલમા એક અજીબ ઓપરેશનનો કિસ્સો સામે આવ્યો છે. એલજી હોસ્પિટલમાં એક 13 વર્ષની કિશોરીના પેટમાંથી 78 સેન્ટીમીટરનો વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો હતો. અઢી કલાકના ઓપરેશન બાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું. 

એલજી હોસ્પિટલમાં 13 વર્ષની એક કિશોરીને લાવવામાં આવી હતી. તેના પેટના ઉપરના ભાગમાં ગઠ્ઠો જામેલો હતો. બે મહિનાથી તેના પેટમાં દુખાવો થતો હતો. તેમજ પેશાબની તકલીફ પણ હતી. તેને ભૂખ પણ લાગતી ન હતી, અને ઉલટી થયા કરતી હતી. કિશોરીનુ નિદાન કરતા જાણવા મળ્યુ કે કિશોરીને 7 થી 8 વર્ષથી માનસિક બીમારી હતી. તેને માથાના વાળ ખાવાની આદત હતી. આ વિશે એલજી હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડો.તપન શાહે જણાવ્યું કે, કિશોરીને જે બીમારી છે તે દુર્લભ છે. વિશ્વમાં આ બીમારીના દર્દી માત્ર એક ટકા જેટલા છે. 

આ પણ વાંચો : PM મોદીના રોડ શોમાં બહુગાજેલી કેસરી ટોપી બની છે સુરતમાં, ડિઝાઈન પાછળ છે ભાજપના દિગ્ગજ નેતાનો આઈડિયા

કિશોરીના પરિવારજનોએ જણાવ્યુ કે, કિશોરીને વાળ ખાવાની આદત છેલ્લા 7 થી 8 વર્ષથી હતી. જે અંગે તે પોતે પણ અજાણ હતી. પરિવાર પણ આ વિશે અજાણ હતો. તેનુ મેડિકલ પરીક્ષણ કરતા જાણવા મળ્યુ કે, કિશોરીના પેટમાં હોજરીથી નાના આંતરડા સુધી 78 સેન્ટીમીટરનો વાળનો ગુચ્છો ફેલાયો હતો. સર્જરી વિભાગના વડા ડો. અસિત પટેલના માર્ગદર્શન સાથે ડો. મુકેશ સુવેરા અને ડો. જૈમિન શાહ તેમજ એનેસ્થેસિયા ટીમની મદદથી હોજરી પર ચીરો મૂકીને અઢી કલાકની સર્જરી કરીને 78 સેન્ટિમીટર લાંબો વાળનો ગુચ્છો કિશોરીના પેટમાંથી કાઢ્યો છે.

શું છે આ બીમારી
દુનિયામાં વાળ ખાવાની કુટેવ ધરાવતા પણ લોકો છે. જેને સાયન્સની ભાષામાં ટ્રાયકોબિઝર અથવા રિપુન્ઝલ સિન્ડ્રોમ કહેવાય છે. મહિલાઓમાં આ પ્રકારની બીમારી વધુ જોવા મળે છે. માનસિક બીમારીને કારણે યુવતીઓ આ રીતે વાળ ખાય છે. જેમાં દર્દી માથાના વાળ ખાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More