Home> Gujarat
Advertisement
Prev
Next

બધાઈ હો... સુરતના અબજોપતિના ઘરે દીકરીનો જન્મ થતા તેને રાજકુમારીની જેમ ફેરવી

Its a girl child : ધોળકિયા પરિવારમાં ચાર દાયકા બાદ દીકરીનો જન્મ થયો છે. જેની ખુશી પરિવારમાં સમાતી ન હતી. પરિવાર આ ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકે તેમ ન હતો, તેથી તેમણે બસ દ્વારા આખા શહેરને આ ખુશી વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, અન્ય પરિવારોમાં પણ દીકરી સલામત રહે તે માટે તેમણે બસ પર બેટી બચાવો બેટી વધાવોના સંદેશ પણ લખ્યા હતા

બધાઈ હો... સુરતના અબજોપતિના ઘરે દીકરીનો જન્મ થતા તેને રાજકુમારીની જેમ ફેરવી

ચેતન પટેલ/સુરત :ભારતમાં આજે પણ દીકરાઓની ઘેલછા ઓછી નથી થતી. આજે પણ દીકરીના જન્મ પર તેને ત્યજી દેવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે સુરતના એક અબજોપતિ પરિવારે દીકરીના જન્મને અવસર બનીને વધાવ્યો છે. સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના પરિવારમાં વર્ષો પછી જન્મેલી રાજકુમારીના વધામણા માટે એક ભવ્ય આયોજન કરાયુ હતું. તેમની રાજકુમારીને એક ખાસ શણગારેલી બસમાં ઘરે આવકારી હતી. આ બસને સુરતના મુખ્ય માર્ગો ઉપર ફેરવવામાં આવી હતી. 

જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના પુત્રના ઘરે પુત્રીનો જન્મ થયો છે. ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયાના ઘરે દીકરીનો જન્મ થતા જ પરિવારમાં ખુશી બેવડાઈ ગયી છે. રામનવમીના દિવસે શ્રેયાંશ ધોળકિયાના ઘરમાં દીકરીનો જન્મ થતા જ પરિવારમાં આ ખુશી સમાઈ ન હતી. કારણ કે, ધોળકિયા પરિવાર વર્ષોથી દીકરીના આગમનની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે આખરે આંગણે એ ખુશી આવતા દાદા ગોવિંદભાઈએ ખાસ દીકરીના આગમને ઉત્સવની જેમ વધાવ્યો હતો. 

આ પણ વાંચો : આ યુનિ.નું ના બદલીને છબરડા યુનિવર્સિટી કરી દો, ઓનલાઈન પરીક્ષામાં વિષય જ બદલી નાંખ્યો  

તેમણે પોતાની પર્સનલ વેનિટી વાનને એક જ દિવસમાં ખાસ રંગીન બનાવી હતી. સફેદ રંગની વેનિટી વેનને ગુલાબી રંગથી રંગી હતી. આખી બસ પર ગર્લ ચાઈલ્ડને લગતા સંદેશ લખ્યા હતા. આ બસને આખા સુરત શહેરમાં ફેરવવામાં આવી હતી. આ જ બસમાં દીકરી હોસ્પિટલથી ઘર સુધી લઈ આવવામાં આવી હતી. તે પહેલા તેને આખા સુરતમાં ફેરવાઈ હતી.

આમ, ધોળકિયા પરિવારમાં ચાર દાયકા બાદ દીકરીનો જન્મ થયો છે. જેની ખુશી પરિવારમાં સમાતી ન હતી. પરિવાર આ ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકે તેમ ન હતો, તેથી તેમણે બસ દ્વારા આખા શહેરને આ ખુશી વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, અન્ય પરિવારોમાં પણ દીકરી સલામત રહે તે માટે તેમણે બસ પર બેટી બચાવો બેટી વધાવોના સંદેશ પણ લખ્યા હતા. જેથી કોઈ પોતાની લાકડવાયીને ત્યજી ન દે. આમ, ધોળકિયા પરિવારે જે કર્યુ તેનો મેસેજ ભારતભરમાં ફેલાય તો દીકરીઓનું જીવન સુધરી જાય.  

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતે એવી ખેતી કરી જેમાં કમાણી માટે 20 વર્ષ પાછળ વળીને જોવુ નહિ પડે

ઉલ્લેખનીય છે કે, ગોવિંદ ધોળકિયા સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે. સોશ્યિલ એક્ટિવિટી માટે પણ એટલા જ જાણીતા ગોવિંદભાઈ ધોળકિયાના 17 સભ્યોના પરિવારના કાર કલેક્શનમાં અલગ-અલગ મોડેલની સાત જેટલી મર્સિડીઝ ઉપરાંત રોલ્સ રોય્સ, ફેરારી, બીએમડબલ્યુ અને લેમ્બોર્ગિની જેવી એકથી એક ચડિયાતી લક્ઝુરિયસ કાર સામેલ છે.  

આ પણ વાંચો : 

વડોદરામાં બનેલુ ફેમસ કલાકારનું પેઈન્ટિંગ 21 કરોડમાં વેચાયુ

જો કોઈ ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપે તો ચેતી જજો, નહિ તો આવું થઈ શકે છે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More