Home> Gujarat
Advertisement
Prev
Next

ગીરના સિંહોનું સ્થળાંતર નહીં થાય, ગુજરાતમાં સિંહ સલામત છેઃ મુખ્યમંત્રી રૂપાણી

સિંહની બિમારીના સર્વેક્ષણ અંગે ઉચ્ચત્તમ કાર્યવાહી કરી રહી છે રાજ્ય સરકાર, ગીરમાં પરીસ્થિતિ સંપૂર્ણ કાબુમાં, ચિંતાની કોઇ બાબત નથી, ઉત્તરાખંડનાં મૃતકોનાં પરિજનોને રૂ.5 લાખની સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી

ગીરના સિંહોનું સ્થળાંતર નહીં થાય, ગુજરાતમાં સિંહ સલામત છેઃ મુખ્યમંત્રી રૂપાણી

જૂનાગઢ(બિલખા) : ગીરમાં વિવિધ બિમારીને કારણે એક મહિનાના ગાળામાં  ૨૩ સિંહોના મૃત્યુ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે જૂનાગઢમાં જણાવ્યું કે, ગીરના સિંહોનું સ્થળાંતર કરવામાં આવનારું નથી, ગુજરાતમાં સિંહ સલામત છે. સરકારની આવી કોઈ જ યોજના નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢના ભવનાથમાં ભારતી બાપુના આશ્રમમાં એક પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.   

તેમણે વધુમાં જણાવ્યું કે, ગીર અને તેની આસપાસના વિસ્તારમાં વસતા સિંહોમાં બિમારી અંગે ઉચ્ચ કક્ષાના નિષ્ણાંતોની મદદથી સર્વેક્ષણ  હાથ ધરાયું છે. સિંહના લોહીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. તેમના તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાથી ચિંતાનો કોઇ વિષય નથી.

fallbacks

ભવિષ્યમાં સિંહમાં બિમારી અંગે ઝડપથી નિદાન અને સારવાર પ્રકીયા થાય તે માટે તમામ સ્તરનું વ્યવસ્થાપન ગોઠવાઇ રહ્યું છે. ગુજરાતમાં સિંહ સલામત છે અને તેનું સ્થળાંતર નહીં થાય.
 
સિંહોના મોત અંગે પ્રથમ વખત વાત કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર સિંહના રક્ષણ માટે કટીબદ્ધ છે. સિંહની ચિંતા કરીને તાબડતોબ અમેરીકાથી વેક્સિન પણ મગાવાઈ છે. વન વિભાગના અધિકારીઓ, તબીબો અને ભારત સરકારના સંકલનમાં રહીને તમામ સ્તરની કામગીરી ચાલી રહી છે. ગીરમાં સિંહના સ્વાસ્થ્યને લઇને પરીસ્થિતિ નિયંત્રણમાં છે.

ઉત્તરાખંડના મૃતકોનાં પરિજનોને 5 લાખની સહાય 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં ઉત્તરાખન્ડના ઉત્તરકાશીમાં  બસ ખીણમાં ખાબકવાથી મૃત્યુ પામેલા રાજકોટના 9 કમનસીબ યાત્રિકોનાં વારસદારોને રાજ્ય સરકાર તરફથી વળતર રૂપે રૂ.5 લાખની સહાયની પણ જાહેરાત કરી હતી. વિજય રૂપાણીએ રવિવારે રાજકોટમાં આ મૃતકોનાં સ્વજનોને પ્રત્યક્ષ મળીને સાંત્વના પાઠવી હતી અને તેમના દુઃખ માં સહભાગી બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ તમામ મૃતકોનાં મૃતદેહ ગઈકાલે વિમાનમાર્ગે રાજકોટ લાવવામાં આવ્યા હતા. આજે સવારે યોજાયેલી તેમની અંતિમયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલી રૂપાણી પણ જોડાયાં હતાં અને મૃતકોનાં પરિજનોને સાંત્વના પાઠવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More