Home> Gujarat
Advertisement
Prev
Next

સિંહ દર્શન : પ્રવાસીઓ માટે બંધ થયેલા ગીર જંગલના દરવાજા ચાર મહિના બાદ આવતીકાલથી ખુલ્લા થશે

ગીર અભયારણ્ય આવતીકાલે 16 ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતીકાલથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે. 

સિંહ દર્શન : પ્રવાસીઓ માટે બંધ થયેલા ગીર જંગલના દરવાજા ચાર મહિના બાદ આવતીકાલથી ખુલ્લા થશે

અમદાવાદ :ગીર અભયારણ્ય (Gir Santuary) આવતીકાલે 16 ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતીકાલથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. 

ગુજરાતના આ મંદિરમાં થયો હતો ચમત્કાર, ઔરંગઝેબે હુમલો કર્યો તો મંદિર પર અંગારા વરસ્યા હતા

આ વર્ષે સિંહ બાળ વધુ જોવા મળશે
હવે, દિવાળીનું વકેશન નજીક આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ફરવાનું ગુજરાતનું આકર્ષકના દરવાજા આવતીકાલે ખૂલી જશે. વન વિભાગ દ્વારા મળેલ અપડેટ મુજબ, હાલ ગીરમાં 525 સિંહો છે. ચાર મહિનાના વેકેશનમાં 35 ટકાનો વધારો થયો છે. એટલે કે, પ્રવાસીઓને સિંહ દર્શન સમયે સિંહ બાળ વધુ પ્રમાણમાં જોવા મળશે. ગીર જંગલમાં સિંહ બાળ જોવાનો પણ એક અનેરો લ્હાવો છે. 

fallbacks

ગત વર્ષે પ્રવાસીઓની પરમીટ વધારાઈ હતી
વર્ષોત્તર પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ગત વર્ષે સરકાર અને વન વિભાગ દ્વારા કેટલાંક ખાસ આકર્ષણ પણ વધારવામાં આવ્યાં હતા. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી પરમીટની સંખ્યામાં વધારો કરાયો હતા. અગાઉ રોજની 90ની પરમીટ આપવામાં આવતી હતી. જેમાં હવે 60નો વધારો કરીને રોજની કુલ 150 પરમીટ કરવામાં આવી છે. લોકો પરિવાર સાથે ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહને જોવા આવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગીરના જંગલમાં હવે મહિલા ગાઇડની પણ નિમણુંક કરવામાં આવી છે. આ સાથે જ દેવળિયા પાર્કમાં સહેલાણીઓ માટે ખાસ પ્રકારની જિપ્સી ગોઠવવામાં છે. વન વિભાગ દ્વારા 70 જીપ્સી ગોઠવવામાં આવી છે, જેમાં 6 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા એક પરમિટ ચાર્જ રૂ. 800, જીપ્સીનો ચાર્જ રૂ. 1500 અને ગાઇડનો ચાર્જ રૂ. 400 નક્કી કરાયો છે. સૌ પ્રથમ વખત દેવળીયા પાર્કમાં 25 જેટલા મહિલા ગાઇડને પણ ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવ્યાં છે, જે પ્રવાસીઓને ગીર, સિંહ, જંગલની જૈવિક વિવિધતા અને પર્યાવરણના અંગે માર્ગદર્શન આપશે.

fallbacks

કેમ બંધ હોય છે ચાર મહિના ગીર
એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાય છે. 15 જૂન થી લઈને 16 ઓક્ટોબર સુધી વનરાજો માટે વેકેશન જાહેર કરાય છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે.તો બીજી તરફ, ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી થાય છે. 

રસ્તા રિપેરીંગ કામગીરી પણ થાય છે 
ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને કોઈ તકલીફ ન થાય. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More