Home> Gujarat
Advertisement
Prev
Next

Video : રોજ 15 ફૂટની દિવાલ ઓળંગી પ્રેમિકા સિંહણને મળવા પહોંચી જાય છે ‘જંગલનો સિંહ’

તમે અનેક લોકોની રોમાંચિત પ્રેમકહાણીઓ સાંભળી હશે. ક્યારેક આપણી સામે પ્રાણીઓના પ્રેમની પણ વાર્તાઓ આવતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય સિંહની પ્રેમકહાની જોઇ છે. જુનાગઢના સક્કરબાગમાં સિંહ-સિંહણની અનોખી પ્રેમકહાણી સામે આવી છે. સક્કરબાગમાં રહેતી સિંહણને મળવા માટે જંગલનો સિંહ 15 ફુટ ઉંચી દિવાલ કુદીને આવે છે. જુનાગઢ (Junagadh) ના સક્કરબાગનો એક વીડિયો (Lion video) સામે આવ્યો છે, જેમાં સિંહ સક્કરબાગની દિવાલ કૂદીને સિંહણને મળવા જાય છે. 

Video : રોજ 15 ફૂટની દિવાલ ઓળંગી પ્રેમિકા સિંહણને મળવા પહોંચી જાય છે ‘જંગલનો સિંહ’

હનીફ ખોખર/જુનાગઢ :તમે અનેક લોકોની રોમાંચિત પ્રેમકહાણીઓ સાંભળી હશે. ક્યારેક આપણી સામે પ્રાણીઓના પ્રેમની પણ વાર્તાઓ આવતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય સિંહની પ્રેમકહાની જોઇ છે. જુનાગઢના સક્કરબાગમાં સિંહ-સિંહણની અનોખી પ્રેમકહાણી સામે આવી છે. સક્કરબાગમાં રહેતી સિંહણને મળવા માટે જંગલનો સિંહ 15 ફુટ ઉંચી દિવાલ કુદીને આવે છે. જુનાગઢ (Junagadh) ના સક્કરબાગનો એક વીડિયો (Lion video) સામે આવ્યો છે, જેમાં સિંહ સક્કરબાગની દિવાલ કૂદીને સિંહણને મળવા જાય છે. 

ઝાડ પર લટકતી હતી યુવાનની લાશ, અને લોકો આગળ સેલ્ફી પડાવી રહ્યા હતા...

આ વીડિયો ઇન્દ્રેશ્વર પાસેનો છે. આ વીડિયો મામલે વન અધિકારીઓએ જણાવ્યું કે, સક્કરબાગમાં 15 ફૂટ દિવાલ ઉંચી કરી હોવા છતાં સિંહ દિવાલ કૂદી જાય છે. તે રોજ દિવાલ કુદીને સિંહ બાગની સિંહણને મળવા માટે આવે છે. જોકે, સિંહ ગિરનારના જંગલનો છે, જે બાગની સિંહણને મળવા આવી પહોંચે છે. હાલ,  સક્કરબાગમાં દિવાલ કૂદતાં સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહ-સિંહણના આ અનોખા પ્રેમની જુનાગઢમાં ચર્ચા ચાલી રહી છે. 

વન અધિકારીઓએ કહ્યું કે, અગાઉ પણ અનેક વખત જંગલના સિંહો સક્કરબાગની સિંહણોને આ રીતે મળવા આવ્યા છે. ત્યારે સક્કરબાગ સત્તાવાળાઓએ દિવાલ ઉંચી કરી છતાં સિંહ 15 ફૂટ ઊંચી દિવાલ વટાવી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More