Home> Gujarat
Advertisement
Prev
Next

ગૌવંશ તસ્કરોએ જીપ ચડાવી, PSI નું 2 રાઉન્ડ ફાયરિંગ, ફિલ્મોને ટક્કર મારે તેવા દ્રશ્યોથી ફફડાટ

રાજ્યના છેવાડે આવેલ વલસાડમાં આતંક મચાવતી એક ગેંગને અંતે ડુંગરા પોલીસે ઝબ્બે કરી લીધી છે. કપરાડા પોલીસ પર કાર  ચડાવી જીવલેણ હુમલો કરી પોલીસને પડકાર ફેંકતી યુપીની ગેંગ અંતે  ઝડપાઇ છે. ત્યારે પોલીસને પણ પતાવવામાં ખચકાટ ન અનુભવતી આ ગેંગના 5 સાગરીતો પોલીસ પાંજરે પુરાયા છે. વલસાડ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં ગઈ 23 મી ફેબ્રુઆરીના રાત્રે પોલીસની ટીમ પર ગૌ તસ્કરોએ   જીવલેણ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો.

ગૌવંશ તસ્કરોએ જીપ ચડાવી, PSI નું 2 રાઉન્ડ ફાયરિંગ, ફિલ્મોને ટક્કર મારે તેવા દ્રશ્યોથી ફફડાટ

વલસાડ : રાજ્યના છેવાડે આવેલ વલસાડમાં આતંક મચાવતી એક ગેંગને અંતે ડુંગરા પોલીસે ઝબ્બે કરી લીધી છે. કપરાડા પોલીસ પર કાર  ચડાવી જીવલેણ હુમલો કરી પોલીસને પડકાર ફેંકતી યુપીની ગેંગ અંતે  ઝડપાઇ છે. ત્યારે પોલીસને પણ પતાવવામાં ખચકાટ ન અનુભવતી આ ગેંગના 5 સાગરીતો પોલીસ પાંજરે પુરાયા છે. વલસાડ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં ગઈ 23 મી ફેબ્રુઆરીના રાત્રે પોલીસની ટીમ પર ગૌ તસ્કરોએ   જીવલેણ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો.

MEHSANA: બેંકના મેનેજર દ્વારા પેન્શનર શિક્ષકની સાથે કરવામાં આવી ઠગાઇ, ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ

ગૌ તસ્કરોએ ગૌવંશની કતલ કરી ફરાર થઈ રહેલા ગૌતસ્ક્રરોનો પીછો કરતાં પોલીસ પર ગાડી ચડાવી જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે બચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. તેમ છતાં તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આમ વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી મોડી રાત્રે ગૌવંશની તસ્કરી કરી અને સમગ્ર જિલ્લાની પોલીસની ઉંઘ ઉડાવી વલસાડ જિલ્લાની પોલીસને હંફાવનાર  તસ્કર ટોળકી આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે. વલસાડની ડુંગરા પોલીસે ગઈ 23 મી તારીખે પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરનાર  ખૂંખાર ગૌ  તસ્કર ટોળકીના 5 સાગરીતોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓ પાસેથી પોલીસે તિક્ષણ હથિયારો પણ કબજે કર્યા છે. ઝડપાયેલા અને તેમના વિરુદ્ધ પોલીસ પર જીવલેણ હુમલો કરવાના અને ગૌ તસ્કરી ના  ગંભીર ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મગફળી કૌભાંડ ભાજપ અને મંત્રીઓની મીઠી નજર હેઠળ ચાલે છે, દરેક મંત્રીનો છે ભાગ: ધાનાણી

વલસાડ જિલ્લામાં ગઈ 23મી ફેબ્રઆરીએ  કપરાડા તાલુકાના સુખાલા ગામેથી  વહેલી સવારે ગૌ તસ્કરો ગાયને ભરી અને ફરાર થઈ રહ્યા હતા. જેની જાણ થતાં  કપરાડા પોલીસની ટીમે ગૌતસ્કરો નો પીછો કર્યો હતો. આમ કપરાડા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય રસ્તાઓ પર તસ્કરો અને પોલીસ વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. તસ્કરોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કપરાડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી. તો પોલીસની જીપ પર ને ટક્કર મારવાનો પ્રયાસ કરતા અને પથ્થરમારાથી બચવા કપરાડાપ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભાદરકાએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આખરે આ ખૂંખાર ગૌ તસ્કર ટોળકીને ઝડપવામાં વાપીની ડુંગરાના પોલીસને સફળતા મળી છે. પોલીસે વાપીના કરવડ નજીકથી મૂળ યુપીના પરંતુ વાપીમાં રહેતા પાંચ આરોપીઓને ગાડી સાથે ધરપકડ કરી હતી. 

Surat: અનોખી સંસ્થા લોકોને અંગદાનનું મહત્વ સમજાવી કરાવે છે દાન, સુરતને બનાવ્યું અવ્વલ

આરોપીઓમાં એઝાઝ અલી ઉર્ફે છોટુ મહમદ ઇસ્માઇલ, મહંમદ સગીર ઉર્ફે ઠનનું ફિટકરી પઠાણ, પરવેજ ઉર્ફે શાહિદ હુસેન અન્સારી પઠાન, શાહબાજ શેર અલી પઠાણ  અને મૂળ મહારાષ્ટ્રના વની વિસ્તારના નાનાજી શિવાજી સાદુલની ધરપકડ કરી હતી. જ્યારે મોકાનો લાભ લઇ  ફરાર થવામાં સફળ થયેલા ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

Gujarat માં આવેલું છે મહાદેવનું ગુપ્ત જ્યોતિર્લિંગ, ખુબ ઓછા લોકો જાણે છે ચમત્કારિક મંદિરનું મહાત્મય

આરોપીઓ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત્રે ગૌવંશ બેહોશ કરી અને ક્રૂરતા પૂર્વક વાહનોમાં ભરી અને મહારાષ્ટ્રની હદમાં આવેલા મહારાષ્ટ્રના વની વિસ્તારમાં રહેતા આરોપી નાનાજી શિવાજી નામના વ્યક્તિને વેચી દેતા હતા. પોલીસ ટીમ સાથેની ધમાસણમાં આરોપીઓના વાહનને  નુકસાન થયું હતું. જેને તેઓએ મહારાષ્ટ્ર ગેરેજમાં રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો.  ત્યાં તેઓ રીપેર કરાવી શક્યા ન હતા. આથી વાપીના ગેરેજમાં વાહન રીપેરીંગ કરવા આવી રહ્યા હતા. તે વખતે જ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ત્યારે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે કનેકશન ધરાવતી આ ગેંગના રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાશા થશે એવું પોલીસ માની રહી છે અને બાકીના 4 આરોપીઓ ને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More