Home> Gujarat
Advertisement
Prev
Next

નવસારીમાં ગેંગવોર, જૂની અદાવતમાં RVD ના જય નાઈક પર જીવલેણ હુમલો

હુમલો વિજલપોરના સાઈ ગ્રુપના ગણેશ ગુટ્ટે અને વિજલપોરના પૂર્વ નગર સેવક જ્યોતિ રાજભર દ્વારા કરાયો હોવાની વાત ફેલાતા જ RVD ગ્રુપના યુવાનોએ વિજલપોર શિવાજી ચોક પાસે પહોંચી, ગણેશ ગુટ્ટેના ઘર પાસે તેની કાર પર તૂટી પડ્યા હતા અને કારમાં તોડફોડ કરી હતી.

નવસારીમાં ગેંગવોર, જૂની અદાવતમાં RVD ના જય નાઈક પર જીવલેણ હુમલો

ધવલ પારેખ, નવસારી: નવસારીમાં વર્ચસ્વ વધરવાના ભાગેરૂપે શરૂ થયેલા ગ્રુપવોરે ફરીવાર માથું ઉચક્યું છે. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના જય નાઈક પર ગત રાત્રે વિજલપોરના સાઈ ગ્રુપના ગણેશ ગુટ્ટે અને તેના સાથીદારોએ હુમલો કરતા નાસભાગ મચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ જય નાઈકને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા RVD ના યુવાનોએ હુમલાવર ગણેશ ગુટ્ટેના ઘરે જઈ એની કારમાં તોડફોડ કરી હતી. જેને લઈને શહેરનું વાતાવરણ તંગ થતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

નવસારી શહેરમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ ચલાવતા જય નાઈક પર કેટલાક ઈસમોએ કબીલપોરની રામનગર સોસાયટી પાસે ગત રાત્રિના 9:30 વાગે તલવાર અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરતા ઘાયલ જયને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં જ્ય નાઈક પક્ષે ગણેશ ગુટ્ટે, વિજલપોરના પૂર્વ નગર સેવક જ્યોતિ રાજભર, વાઘા ભરવાડ સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ હતી. જેને ધ્યાને લઇ નવસારી પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટણની ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ, મામાએ દીકરાઓ સાથે મળી ભાણેજનું ઢીમ ઢાળ્યું

બીજી તરફ હુમલો વિજલપોરના સાઈ ગ્રુપના ગણેશ ગુટ્ટે અને વિજલપોરના પૂર્વ નગર સેવક જ્યોતિ રાજભર દ્વારા કરાયો હોવાની વાત ફેલાતા જ RVD ગ્રુપના યુવાનોએ વિજલપોર શિવાજી ચોક પાસે પહોંચી, ગણેશ ગુટ્ટેના ઘર પાસે તેની કાર પર તૂટી પડ્યા હતા અને કારમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જેથી તોડફોડ કરનારાઓને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. જ્યારે ગણેશના પરિવારના સભ્યએ કારમાં તોડફોડ કરનારા 10 સામે ફરિયાદ નોંધાઈ હતી.

“ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ”: સરકાર ઉકેલશે તમારા કૌટુંબિક વિવાદો, લાગૂ કરી નવી યોજના

નવસારી શહેરમાં છેલ્લા લાંબા સમયથી સાઈ ગ્રુપ અને RVD ગ્રુપ વચ્ચે કોઈને કોઈ મુદ્દે માથાકૂટ થતી રહે છે. તેમાં એક બીજા પર હુમલા પણ થયા છે. ત્યારે ફરી વાર ગઈકાલે રાત્રે કબીલપોર પાસે જય નાઈક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર 2014 ના એક કેસ જે હાલ કોર્ટના બોર્ડ પર આવ્યો છે તે કેસના સમાધાન માટે હુમલાખોરો દ્વારા જય નાઈક ઉપર સતત દબાણ કરવામાં આવતું હતું જેને પગલે હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More