Home> Gujarat
Advertisement
Prev
Next

ચકચારી બિટકોઇન કેસ અને આર્મ્સ એક્ટમાં ફરાર શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ

 સુરત ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં શૈલેષ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. 

ચકચારી બિટકોઇન કેસ અને આર્મ્સ એક્ટમાં ફરાર શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ

નવી દિલ્હી/અમદાવાદઃ ગુજરાતમાં ચકચારી બનેલા બિટકોઇન કેસનો માસ્ટર માઇન્ડ શૈલેષ ભટ્ટ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. તેના પર આર્મ્સ એક્ટ કેસનો પણ ગુનો નોંધાયેલો હતો. આ શૈલેષ ભટ્ટની દિલ્હી પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે આજે દિલ્હીથી ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ શૈલેષ ભટ્ટને દિલ્હીના તિલક નગર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ટ્રાન્સીટ રિમાન્ડ મેળવીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને ગુજરાત લાવશે. 

શૈલેષ ભટ્ટ અનેક ગુના નોંધાયેલા છે
શૈલેષ ભટ્ટે એક વ્યક્તિને ચાર કરોડો રૂપિયા વ્યાજે આપ્યા હતાં, જેના બદલામાં 25 કરોડ સુધીની માંગણી કરવામાં આવી હતી. જોકે રૂપિયા નહીં મળતાં મિલ્કત પોતાના નામે લખાવી તેના પર જબદસ્તી કબજો જમાવ્યો હતો. 

જામનગરમાં ફિલ્મી ઢબે એસટી બસમાં મુસાફરી દરમિયાન યુવકની હત્યા

તે સમયે પોલીસે પકડાયેલા આરોપી અને તથા ફરિયાદ કરનાર બિલ્ડર રાજુ દેસાઈની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે રાજુભાઇ રવજીભાઈ દેસાઈએ વર્ષ ૨૦૧૫માં શૈલેશ ભટ્ટ તથા વિજય ખોખરીયા પાસેથી રૂપીયા ચાર કરોડ દોઢ ટકાના વ્યાજે લીધેલા હતાં, જેની સામે સીકયુરીટી પેટે રાજુભાઇ પાસેથી કબજા વગરનો રજીસ્ટર સાટાખત કરાવી લીધો હતો. રાજુભાઈ પાસેથી દોઢ ટકાના બદલે સાડા ચાર ટકાનું વ્યાજ વસુલ કરવા બળજબરીથી શૈલેશ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટના નામે મિલ્કત લખાણ કરાવી લીધું હતું. જે રકમ સામે વ્યાજ સહીત રૂપીયા છ કરોડ રાજુભાઈએ ચુકવી દીધેલા હોવા છતા, શૈલેશ ભટ્ટ દ્વારા અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનિરૂદ્ધસિંહ રીબડા મહિપતસિંહ જાડેજા તથા તેના ટોળકીના સભ્યો સાથે મળી રૂપીયા ૨૫ કરોડ બળજબરીથી કઢાવી લેવાના ઈરાદે રાજુભાઇના માલીકીની જમીન તથા ફલેટની સાઇટ પર ફેબ્રુઆરી -૨૦૨૦થી ચાર માણસો બેસાડી કબજો કરી લીધો હતો. જેમાં સબ્બીર નામના વ્યક્તિએ રીવોલવર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More