Home> Gujarat
Advertisement
Prev
Next

ડેપ્યુટી બેંક મેનેજરના પિતાને ફોન કરી કહ્યું નેહા શર્મા બોલું છું!!! પછી લાગી ગયો ચૂનો

સુરત (Surat) માં બેંક (Bank) ના ડેપ્યુટી મેનેજરના પિતાના બેંક ડીટેલ (Bank Details)  અને ઓટીપી (OTP) મેળવી ૭૮,૨૨૦ રૂપિયાનું ટ્રાંજેકશન થઇ ગયું હતું. 

ડેપ્યુટી બેંક મેનેજરના પિતાને ફોન કરી કહ્યું નેહા શર્મા બોલું છું!!! પછી લાગી ગયો ચૂનો

ચેતન પટેલ, સુરત: હેલ્લો હું આર.ડી.બી.એલ બેંકમાંથી નેહા શર્મા બોલું છું!!! તમારા ક્રેડીટ કાર્ડ (Credit Card) માં હેલ્થ ઇન્શોરન્સ ચાલુ થયો છે અને તેનો ૩૦૦ રૂપિયા ચાર્જ થશે. તેમ જણાવી સુરત (Surat) માં બેંક (Bank) ના ડેપ્યુટી મેનેજરના પિતાના બેંક ડીટેલ (Bank Details)  અને ઓટીપી (OTP) મેળવી ૭૮,૨૨૦ રૂપિયાનું ટ્રાંજેકશન થઇ ગયું હતું. 

આ બનાવ અંગે ડેપ્યુટી બેંક મેનેજર (Bank Manager) ના પિતાએ સુરત (Surat) ના ગોડાદરા (Godadara) પોલીસ મથક (Police Station) માં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે (Surat Police) થોડા દિવસો અગાઉ આ પ્રકારે ઠગાઈ કરતી ગેંગ (Gang) ને ઝડપી પાડી હતી.

સુરત (Surat) માં ઘણા લોકોને આર.ડી.બી.એલ બેંક (DRBL Bank) માંથી અધિકારીઓની ઓળખ આપી ક્રેડીટ કાર્ડ (Credit Card) માં હેલ્થ ઇન્શોરન્સ બંધ કરાવવાના નામે બેક  ડીટેલ મેળવી તેમજ મોબાઈલમાં ઓટીપી મોકલી રૂપિયા ઉપાડી લેવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં આવી જ એક વધુ ઘટના સામે આવી છે. 

રાજ્યમાં ફાયરસેફ્ટી મુદ્દે હાઇકોર્ટમાં સુનવણી, હાઇકોર્ટે સરકારનો ઉઘડો લીધો

સુરત (Surat) ના ગોડાદરા વિસ્તારમાં આવેલી કૃષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતા ૫૩ વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓનો પુત્ર સુરતની બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ ૦૧/૦૫/૨૦૨૧ના રોજ વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા નોકરી પર હાજર હતા તે વેળાએ તેઓના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો.

ફોન કરનારે જણાવ્યું હતું કે હેલ્લો હું આર.ડી.બી.એલ બેંક (DRBL Bank) માંથી નેહા શર્મા બોલું છું તમારા ક્રેડીટ કાર્ડ (Credit Card) માં હેલ્થ ઇન્શોરન્સ (Health Insurance) ચાલુ થયેલ છે અને તેનો ૩૦૦ રૂપિયા ચાર્જ થશે. અને તે ચાર્જ ક્રેડીટ કાર્ડ (Credit Card) માં એડ થઇ જશે. 

જો કે વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્શોરન્સ (Health Insurance) ચાલુ કરાવ્યો ન હોય તેઓએ હેલ્થ ઇન્શોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ જણાવ્યું હતું કે તેના માટે તમારે બેંક ડીટેલ આપવી પડશે અને તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે આપવો પડશે. આમ નેહા શર્મા નામની મહિલાએ વિષ્ણુકુમારને વાત કરી વિશ્વાસમાં લઇ લીધા હતા. 

લ્યો બોલો સોસાયટીમાંથી મળી દારૂ ભરેલી કાર, પાર્કિંગમાં સંતાડ્યો હતો દારૂ

ફોન ચાલુ હતો ત્યાં જ પૈસા ઉપડી ગયા
વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્શોરન્સ (Health Insurance) ચાલુ કરાવ્યો ન હોય તેઓએ હેલ્થ ઇન્શોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ તેઓના ક્રેડીટ કાર્ડની ડીટેલ લઇ લીધી હતી.અને તેઓ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યાં એક ઓટીપી મોકલ્યો હતો અને ફોન ચાલુ જ હતો ત્યાં તેઓના બેંક ખાતામાંથી ૭૮,૨૨૦ રૂપિયાનું ટ્રાન્જેકશન દક્ષીણ ગુજરાત વીજ કંપનીના બીલમાં થઇ ગયું હતું. 

જો કે આ અંગે વિષ્ણુકુમારે નેહા શર્મા નામની મહિલાને વાત કરી હતી. જેમાં નેહા શર્માએ જણાવ્યું હતું કે હજુ એક ઓટીપી (OTP) આવશે અને ક્રેડીટ કાર્ડ (Credit Card) અપડેટ કરવાની પ્રક્રિયા શરુ છે એમ કહ્યું હતું. જો કે વિષ્ણુ કુમારે તે સમયે ફોન કટ કરી દીધો હતો. અને સમગ્ર મામલે આજરોજ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

ઘરકંકાસથી કંટાળીને ભવનાથ પહોચેલા યુવકની પોલીસ બની મિત્ર, સમજાવ્યું જીવનનું મૂલ્ય

પોલીસે અગાઉ આવી જ ગેંગને ઝડપી પાડી હતી
ઉલ્લેખનીય છે કે આર.ડી.બી.એલ બેંક (DRBL Bank) માંથી વાત કરતા હોવાનું કહી ક્રેડીટ કાર્ડની વિગત મેળવી વીજ બીલ ભરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી હતી. અને આ મામલે પોલીસે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે. પરંતુ સુરતમાં હજુ પણ આ પ્રકારે ઓનલાઈન ફ્રોર્ડ (Online Froud) નો શિકાર લોકો બની રહ્યા છે. ત્યારે લોકોને પણ આવા ભેજાબાજોથી સાવધાન રહેવાની તાતી જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More