Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા યુનિવર્સિટીમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, પછી માર્શલ સાથે કર્યું ઘર્ષણ

પોતાની આગવી શિક્ષણ વ્યવસ્થાના કારણે વિશ્વ વિખ્યાત બનેલી વડોદરાની (Vadodara) એમ.એસ યુનિવર્સિટી (M.S University) હવે પોતાના વિવાદોના કારણે વિશ્વ વિખ્યાત બને તો નવાઈ નહીં. છેલ્લા ત્રણ મહિનાથી પરીક્ષાના પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ યુનિવર્સીટી હેડ ઓફીસ ખાતે રજુઆત કરવા ગયા હતા, પરંતુ રજુઆત દરમિયાન એવા દ્રશ્યો સર્જાય કે કોઈએ વિચાર્યુ પણ નહીં હોય. 

વડોદરા યુનિવર્સિટીમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, પછી માર્શલ સાથે કર્યું ઘર્ષણ

હાર્દિક દીક્ષિત /વડોદરા: પોતાની આગવી શિક્ષણ વ્યવસ્થાના કારણે વિશ્વ વિખ્યાત બનેલી વડોદરાની (Vadodara) એમ.એસ યુનિવર્સિટી (M.S University) હવે પોતાના વિવાદોના કારણે વિશ્વ વિખ્યાત બને તો નવાઈ નહીં. છેલ્લા ત્રણ મહિનાથી પરીક્ષાના પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ યુનિવર્સીટી હેડ ઓફીસ ખાતે રજુઆત કરવા ગયા હતા, પરંતુ રજુઆત દરમિયાન એવા દ્રશ્યો સર્જાય કે કોઈએ વિચાર્યુ પણ નહીં હોય. 

મહિલાની ગજબની ટ્રીક અને કંપનીને લાગી ગયો રૂ. 370 કરોડનો ચુનો, વિગતો જાણવા કરો ક્લિક

એમ.એસ યુનિવર્સિટી (M.S University) હર હંમેશ કોઈ ના કોઈ કારણે વિવાદમાં આવતી હોય છે. એક તરફ દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ જઈ રહ્યો છે. મોટા ભાગના કામ ઓનલાઈન થઈ રહયા છે, ત્યારે  એમ.એસ યુનિવર્સિટી (M.S University)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી પરીક્ષાના પરિણામ માટે વલખા મારી રહયા છે. પરીક્ષાના પરિણામ ક્યારે જાહેર થશે એ જાણવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સીટી હેડ ઓફીસ ખાતે પોહચ્યા હતા. જો કે એ.સી કેબીનમાં બેઠેલા સત્તાધીશોને જાણે કોઇ ફરક જ ન પડ્યો નહોતો. આખરે વિદ્યાર્થીઓએ આખરે વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો હતો. ધોમધખતા તાપમાં કલાકો સુધી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની રજુઆત એસી. કેબીનમાં બેઠેલા યુનિવર્સીટી સતાધીશો સાંભળવા ન આવતા વિદ્યાર્થીઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ હેડ ઓફીસનો દરવાજો ખોલી સત્તાધીશોને મળવાનો પ્રયાસ કરતા ફરજ પર હાજર વિજિલન્સના કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. 

દીકરી પર કર્યો ગેંગરેપ અને બાપનો મારીમારીને લઈ લીધો જીવ, સુરતની ચોંકાવનારી ઘટના

 એમ.એસ યુનિવર્સિટી (M.S University) ના સતાધીશો વિદ્યાર્થીઓ ને પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે,પરંતુ પરીક્ષાના પરિણામ પણ આટલા મહિના થી જાહેર નથી કરી શક્યા એ ખુબજ ગંભીર બાબત કહી શકાય,રજુઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને ફરજ પર હાજર યુનિવર્સીટી ના વિજિલન્સ ના કર્મચારીઓ વચ્ચે એ હદે ઘર્ષણ સર્જાયું કે હેડ ઓફીસ ખાતે છુટ્ટા હાથની મારામારી ના દ્રશ્યો પણ સર્જાય હતા,જેમાં યુનિવર્સીટી જી.એસ.રાકેશ પંજાબી ની તબિયત લથડતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો.સમગ્ર વિવાદ આટલી હદે વકરવા છત્તા હેડ ઓફીસ ની અંદર બેઠેલા એક પણ સત્તાધીશ કે અધિકારી ઘટનાની તાગ મેળવવા પોતાની કેબીન માંથી બહાર ન આવ્યા એ ખુબજ શરમજનક બાબત કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More